બાબુઓમાં ફફડાટ:નવી સિવિલમાં કટ પ્રેક્ટિસ કરતા ઓડિયોલોજીસ્ટ ઇશ્વર ચૌધરી આખરે સસ્પેન્ડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સસ્પેન્ડેડ ઇશ્વર ચૌધરી - Divya Bhaskar
સસ્પેન્ડેડ ઇશ્વર ચૌધરી
  • ગરીબ દર્દીઓને પોતાના સાંઇકૃપા નામે ખાનગી ક્લિનિકમાં બોલાવી રીતસર લૂંટી રહ્યો હતો
  • ​​​​​​​ભાસ્કરે સ્ટીંગ કરી પોલ ખોલતા સુપરિન્ટેન્ડન્ટની કાર્યવાહી, આરોગ્ય કમિશનરને રિપોર્ટ મોકલાયો

નવી સિવિલમાં ઓડિયોલોજીસ્ટ ઇશ્વર ચૌધરી સરકારી કર્મચારી હોવા છતાં ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાનું સ્ટીંગ ઓપરેશન દિવ્ય ભાસ્કરે કર્યું હતું. ઇશ્વર ચૌધરીની કરતૂત સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ સોંપી હતી અને નવી સિવિલમાં બે તબીબોની એક કમિટિ બનાવાઈ હતી. તપાસમાં જ ઇશ્વર ચૌધરી ખુલ્લો પડી જતાં તેને સસ્પેન્ડ કરી દેવાયો છે અને હવે તેનું રિપોર્ટિંગ જામનગર રહેશે. દ.ગુ.ના ના. આરોગ્ય અધિકારી ડો. જ્યોતિ ગુપ્તા, નવી સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરને વીડિયો ભાસ્કરે આપ્યા હતા. ડો. ગુપ્તાએ ગુરુવારે જ રાજ્ય આરોગ્ય કમિશનરને રિપોર્ટ મોકલી આપ્યો હતો.

સહાયમાં લાખોનું કમિશન ઉસેટ્યાની આશંકા
નવી સિવિલમાં ઓડિયોલોજીસ્ટ તરીકે ઇશ્વર ચૌધરી જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે તેની સહી-સિક્કાથી સરકારી કર્મચારીઓને 50 હજાર સુધીના મશીનની સહાય મળતી હતી. એક એવી પણ શંકા છે કે કેટલાક ખાનગી તબીબો સરકારી નિવૃત્ત કર્મચારીઓને નવી સિવિલની જગ્યાએ સીધા જ ઇશ્વર ચૌધરીના સાંઇકૃપા ક્લિનિક પર મોકલી સહી સિક્કા કરી આપતો હતો. આ ડોક્યુમેન્ટથી તિજોરી વિભાગમાંથી સરકારી કર્મીના 50 હજાર સુધીના મશીનનું પેમેન્ટ થઈ જતું હતું. એટલે સહાયમાં લાખોનું કમિશન ઉસેટ્યાની આશંકા છે.

તપાસ કર્યા બાદ ઇશ્વર ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાયો છે
ઓડિયોલોજીસ્ટ ઇશ્વર ચૌધરી ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યા હોવાના જે અહેવાલ આવ્યા હતા તેના આધારે તપાસ કરી હતી. તપાસમાં તે કસૂરવાર જણાઈ આવતા તેમને સસ્પેન્ડ કરાયા છે. તેમનું રિપોર્ટિંગ જામનગર કરી દેવાયું છે. > ડો. ગણેશ ગોવેકર, સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ

અન્ય સમાચારો પણ છે...