તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓ રોષે ભરાયાં:સુરતમાં ખાનગી સ્કૂલના શિક્ષકો વાલીઓને ફોન કરીને ભાજપને મત આપવા અપીલ કરી રહ્યા હોવાની ઓડિયો ક્લીપ વાયરલ

સુરત17 દિવસ પહેલા
સુરતમાં વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર અરુણાબેન સિંગાળા
 • સુરતમાં વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર અરુણાબેન સિંગાળાનો ખાનગી સ્કૂલ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે
 • સુરતના શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વિધાર્થીઓના ડેટાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારોએ ફોર્મ ભરી લીધાં છે. હવે તેઓ ચૂંટણી પ્રચારના કામમાં લાગી ગયાં છે. ત્યારે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ખાનગી સ્કૂલોના શિક્ષકોએ ભાજપના ઉમેદવારનો પ્રચાર કરતાં વાલીઓ રોષે ભરાયાં છે. સુરતમાં વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર અરુણાબેન સિંગાળાનો ખાનગી સ્કૂલોના શિક્ષકો દ્વારા વાલીઓને ટેલિફોન કરીને મત આપવા માટે અપિલ કરતી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

સુરતમાં વોર્ડ નંબર 2માં પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવાર
સુરતમાં વોર્ડ નંબર 2માં પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવાર

શિક્ષકોએ વિદ્યાર્થીઓના ડેટાનો ખોટો ઉપયોગ કરતાં વાલીઓ રોષે ભરાયાં
સુરતની ખાનગી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના ડેટાનો ખોટો ઉપયોગ કરતાં વાલીઓ રોષે ભરાયાં છે. સ્કૂલના શિક્ષકોનો ફોન વાલીઓ ઉપર જતાં જ વાલીઓએ તેનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. એક વાલીએ સ્પષ્ટ પણે ફોન કરનાર શિક્ષકને શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય કામગીરી શા માટે કરી રહ્યા છો, એક શિક્ષક થઈને કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર તમે કેવી રીતે કરી શકો એવા વેધક સવાલો પણ કર્યાં હતાં.
વાલીઓએ ટેલિફોન કરનારા શિક્ષકોને વેધક સવાલો કર્યા
સુરતના શાળા સંચાલકો પોતાની શાળામાં ભણતા બાળકોના વાલીઓનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે ક માટે કરવામાં આવે પ્રકારની વાત કરતાં જ વાલી દ્વારા તેનો વિરોધ કરાયો હતો. વાલીએ સ્પષ્ટપણે ફોન કરનાર શિક્ષક ને શૈક્ષણિક કાર્ય સિવાય અન્ય કામગીરી શા માટે કરી રહ્યા છો. એ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો કોઇ પાર્ટીનો પ્રચાર તમે કેવી રીતે કરી શકો. આ પ્રકારના વેધક પ્રશ્નો વાલીઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા.

કે.પી.પાનસૂરિયા (વાલી)
કે.પી.પાનસૂરિયા (વાલી)

શાળા સંચાલકો દ્વારા ભાજપને વધુ મત મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છેઃ વાલીઓ
આ અંગે કે.પી.પાનસૂરિયા નામના એક વાલીએ કહ્યું હતું કે મોટા વરાછાની સ્કૂલમાંથી વાલીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ભાજપના ઉમેદવાર છે તેને વધુમાં વધુ મત મળે તે પ્રકારનો પ્રયાસ શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે બાળકોના વાલીઓ જે પોતાના મોબાઇલ નંબર શાળામાં આપતા હોય છે.તે માત્રને માત્ર શાળા અંગેની આ બાબતના મેસેજ બાળકોના વાલીઓ અને મળે તે માટે કરવાનો હોય છે. જોકે આ રીતે કોઈ રાજકીય પક્ષનો પ્રચાર પ્રસાર કરવો એ કેટલો યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો