ડાયમંડ બુર્સમાં હરાજી:સુરત ડાયમંડ બુર્સ દ્વારા ઓફિસો માટે હરાજીનું આયોજન , 300 ફૂટની ઓફિસનો સ્કે. ફૂટનો ભાવ 13500

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીરા વેપારીઓ માટે છેલ્લી તક, 5 એપ્રિલે હરાજી થશે
  • વેપારીઓ​​​​​​​ એપોઈન્ટમેન્ટ લઈ 24 માર્ચથી રૂબરૂ ઓફિસ જોઈ શકશે

સુરત ડાયમંડ બુર્સ દ્વારા ઓફિસો માટે છેલ્લી વખત હરાજીનું આયોજન કરાયું છે. 5મી એપ્રિલે ડાયમંડ બુર્સની 94 ઓફિસની હરાજી કરાશે. ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માંગતા હીરા વેપારીઓ 24 માર્ચથી રૂબરૂ ઓફિસો જોઈ શકશે.

ખજોદ ખાતે ડાયમંડ બુર્સ હવે થોડાં સમયમાં જ કાર્યરત થાય તેવું આયોજન થઈ રહ્યું છે. ડાયમંડ બુર્સ કમિટી પાસે જે વધારાની ઓફિસો છે તેનું વેચાણ કરવા માટે કમિટી દ્વારા હરાજીનું આયોજન કરાયું છે. અગાઉ પણ હરાજીનું આયોજન થયું હતું. 4 વર્ષ પહેલાં ખાતમૂર્હત થયું ત્યારે 1 સ્ક્વેર ફૂટનો ભાવ 8 હજાર રૂપિયા હતો. પરંતુ હવે હરાજીમાં સૌથી નાની 300 ફૂટની ઓફિસ સ્ક્વેર ફૂટનો ભાવ 13500 નક્કી કરાયો છે. જ્યારે 500 ફૂટની ઓફિસ માટે સ્કેવેર ફૂટનો ભાવ 15000 અને 1000 ફૂટની ઓફિસની ઉપર સ્ક્વેર ફૂટનો ભાવ 16000 રૂપિયા નક્કી કરાયો છે.

રૂ. 5 લાખથી 20 લાખ સુધી ડિપોઝિટ ભરવી પડશે
બુર્સના કુલ 9 પૈકી 8 ટાવરની ઓફિસની હરાજી કરાશે, જેમાં કુલ નાની મોટી 94 ઓફિસ છે. હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝીટની ભરવી પડશે. જેમાં 500 સ્કવેરફૂટ સુધી 5 લાખ, 501-1000 સ્કવેરફૂટ સુધી 10 લાખ, 1001- 11500 સુધીની મોટી ઓફિસો માટે 20 લાખ ડિપોઝીટ છે. બુર્સમાં ઓફિસ ખરીદવા માંગતા હીરા વેપારીઓ 24થી 28 માર્ચ સુધી રૂબરૂમાં ઓફિસ જોઈ શકશે. જેની મેઈલ દ્વારા એપોઈન્ટમેન્ટ લેવી પડશે.

અન્ય સમાચારો પણ છે...