તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસુ વિસ્તારમાં અકસ્માત:સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાની કારે 3થી 4 વાહનોને અડફેટે લીધા, એક મહિલાનું મોત

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અતુલ વેકરીયાની કારે 3થી 4 વાહનોને અડફેટે લીધા - Divya Bhaskar
અતુલ વેકરીયાની કારે 3થી 4 વાહનોને અડફેટે લીધા
 • કાર ચાલક અતુલ વેકરીયા નશામાં હોવાની શંકા

સુરતના વેસુ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બેફામ કાર હંકારતા 3થી 4 વ્યક્તિઓને હડફેટે લીધા છે. વેસુ વિસ્તારની જે.એચ. અંબાણી હાઇસ્કૂલ પાસેથી અતુલ વેકરીયા કાર લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ 3થી 4 મોપેડને અડફેટે લીધા હતા. જેમાં મોપેડ ચાલક મહિલાને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અતુલ વેકરીયાની અટકાયત કરી હતી. અતુલ વેકરીયા વારંવાર પોલીસની સામે પોતે ગાડી ન હંકારતો હોવાની વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે, ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે અન્ય મોપેડને અડફેટે લીધી હતી. જો કે, ડ્રાઇવર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

પોલીસે અતુલ વેકરીયાની અટકાયત કરી
પોલીસે અતુલ વેકરીયાની અટકાયત કરી

પરંતુ કેટલાક પ્રત્યક્ષદર્શી લોકોના જણાવ્યા પ્રમાણે અતુલ વેકરીયા પોતે જ બેફામ રીતે ગાડી હંકારતા હોવાનું પોલીસને જણાવ્યું હતું. સમગ્ર ઘટના દરમ્યાન અતુલ વેકરીયા જ્યારે પોતાનો ખુલાસો આપી રહ્યા હતા ત્યારે પોલીસે રસ્તા પર લાગેલા સીસીટીવી જોયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી જશે, તેવી વાત અતુલ વેકેરીયાને કરી હતી.

આ ઘટનામાં મોપેડ ચલાવતી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેનું મોત નીપજ્યું હતું. હાલ તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે પોલીસે અતુલ વેકરીયાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તેઓ નશામાં હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો