તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ:અતુલ વેકરિયાએ ફરીથી ધરપકડ ટાળવા આગોતરા જામીન માંગ્યા

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

આઠ દિવસ અગાઉ નશાની હાલતમાં ડ્રાયવિંગ કરી યુનિવર્સિટી રોડ પર એસ.ડી.જૈન સ્કૂલ પાસે મોપેડ ચાલક ઉર્વશીને ટક્કર મારી તેનું મોત નિપજાવનારા અતુલ બેકરીના માલિક આરોપી અતુલ વેકરિયાએ શનિવારે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે જેની પર આગામી નવમી એપ્રિલના રોજ સુનાવણી થનાર છે.

આરોપી વેકરિયાની એક્સિડન્ટ વખતે જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે દસ વર્ષની સજાની જોગવાઈ ધરાવતી કલમ 304 ન લગાવતા કોર્ટે જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો. આ કલમ ઉમેરાયા બાદ આરોપી પોલીસ પકડથી દુર છે.

આરોપી સામે કોર્ટનું વોરન્ટ
આરોપીએ જ્યાં એક તરફ કોર્ટમાં આગોતરા અરજી કરી છે ત્યાં બીજી તરફ કોર્ટે તેની સામે ધરપકડ વોરન્ટ પણ ઇશ્યુ કર્યું છે. પોલીસે તેની ધરપકડ માટે તપાસ પણ શરૂ કરી છે પરંતુ શનિવાર સુધી આરોપી ઝડપાયો નથી. ધરપકડ માટે ઠેર-ઠેર તપાસ થઈ રહી હોવાનું પણ PIએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો