તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સુરતમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાની કારની અડફેટે આવેલી મોપેડ ચાલક મહિલાનું મોત, સીસીટીવી સામે આવ્યા

સુરતએક મહિનો પહેલા
કારે બે મોપેડની અડફેટે લીધી હોવાનું સીસીટીવીમાં કેદ થયું.
  • લકઝુરિયસ કારના ચાલક અતુલ વેકરિયાએ 2 મોપેડ ઉડાવી દીધા હતા
  • અતુલ વેકરિયા દારૂના નશામાં હોવાની શક્યતાને લઈને પરિક્ષણ કરાયું

શહેરના પોશ વિસ્તાર ગણાતા ઉધના મગદલ્લા રોડ પર એસ.ડી.જૈન સ્કુલ પાસે શુકવારે રાત્રે સાડા આઠ વાગ્યે લકઝુરિયસ કારના ચાલકે 2 મોપેડ ઉડાવી દીધા હતા. કારનો ચાલક જાણીતી અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા જાતે કાર ચલાવતો હતો. ટોળાએ અતુલ બેકરીના માલિકને પકડી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો. બીજી તરફ યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાય હતી. જ્યા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોડીરાતે મોત થતા પરિવાર આભ તૂટી પડયો હતો. હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કારની અડફેટે 2 જેટલા મોપેડ આવ્યા હોવાનું નજરે પડે છે.

એક મહિલાનું મોત અને દંપતિનો બચાવ
મૃતક યુવતીનું નામ ઉર્વશી મનુ ચૌધરી છે અને તેની ઉમર 28 વર્ષની તેમજ તે વેસુ અભિષેક પાર્કમાં રહે છે. મૃતક યુવતી મમ્મી-પપ્પા અને ભાઈ સાથે રહેતી હતી. જયારે અન્ય એકટિવા મોપેડ પર દંપતીને પણ અડફટે લીધા હતા. જો કે બન્ને ઈજા થઈ ન હતી.

કારની અડફેટે બે મોપેડ આવી ગયા હતા.
કારની અડફેટે બે મોપેડ આવી ગયા હતા.

વેકરિયાનો ભાજપના નેતાઓ સાથે ઘરોબો
અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયાએ નશો કરેલો હોવાનું પોલીસને લાગી રહ્યું છે. પોલીસ જ્યારે તેને પકડી પીસીવાનમાં બેસાડવા જઈ રહી હતી તે વખતે પણ અતુલ વેકરિયાએ જાણે ચાલવાની સ્થિતી પણ ન હોય એવું દેખાય આવે છે. હવે જોવાનું રહ્યું કે ઉમરા ઉમરા પોલીસ આ કેસમાં 304ની કલમ ઉમેરો કરે છે કે કેમ ? બાકી આ કેસમાં જાણીતા અતુલ બેકરીનો માલિક હોય ઉપરથી તેની ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા હોય જેના કારણે પોલીસ અકસ્માતની હળવી કલમો લગાડી મામલો દબાવી દેવાની ફિરાક હોય એવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

અતુલ વેકરિયાને સવારે મેડિકલ પરિક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.
અતુલ વેકરિયાને સવારે મેડિકલ પરિક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

દારૂના નશામાં અકસ્માત સર્જ્યાની શક્યતા
ભૂતકાળમાં આવા હિટ એન્ડ રનના મામલાઓમાં ઉમરા પોલીસે 304ની કલમ દાખલ કરી હતી. વધુમાં અતુલ વેકરિયાની દેશ-વિદેશોમાં પણ અતુલ બેકરી ધરાવે છે. પોલીસે જણાવ્યું કે અતુલ વેકરિયા પિપલોદમાં રહે છે. બે મોપેડને કારના ચાલકે અડફટે લીધા હતા. જેમાં એક મહિલાને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું છે. જયારે બીજા કોઈને ઈજા થઈ નથી. ચાલકે નશો કરેલો હોય એવું લાગે છે. સવારે તેને મેડિકલ પરિક્ષણ કરવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અતુલ વેકરિયાએ જાણે ચાલવાની સ્થિતી પણ ન હોય એવું દેખાય આવે છે.
અતુલ વેકરિયાએ જાણે ચાલવાની સ્થિતી પણ ન હોય એવું દેખાય આવે છે.
અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.
અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો