તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Owner Of Atul Bakery Kills Woman In Car Under The Influence Of Alcohol, In This Case Atul Will Be Get Jail About 10 Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત અકસ્માત:અતુલ બેકરીના માલિકે દારૂના નશામાં કારથી મહિલાને મોતને ઘાટ ઉતારી, સાપરાધ મનુષ્ય વધનો ગુનો લાગે, 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવતી અને કારથી ઉડાવનાર અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા. - Divya Bhaskar
મૃતક યુવતી અને કારથી ઉડાવનાર અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા.
  • અતુલ વેકરિયાને જામીન મળી જાય તે માટેનો ખેલ કર્યો હોવાની ચર્ચાઓ

સુરતના વેસુમાં હિટ એન્ડ રનની ઘટનામાં નશામાં ધૂત અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ બ્રેક નહીં મારતા મોપેડ પર બેસેલી મહિલા મોતને ભેટી હતી. પોલીસે અતુલ સામે ગુનો નોંધી જામીનમુક્ત કર્યો હતો. નિવૃત ડીજીપીએ જણાવ્યું હતું કે, દારૂના નશામાં અકસ્માત કરે અને મોત થાય તો સાપરાધ મનુષ્ય વધનો ગુનો લાગે. જ્યારે આ અંગે એડવોકેટ જણાવ્યું હતું કે, સાપરાધ મનુખ્ય વધનો ગુનો હોય તો આરોપીને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

ઘટના શું હતી?
ઉધના મગદલ્લા યુનિવર્સિટી રોડ પર શુકવારે મોડીરાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટમાં કલાર્ક તરીકે નોકરી કરતી ઉર્વશી મનુ ચૌધરીનું મોત થયું હતું. કારનો ચાલક અતુલ બેકરીનો માલિક અતુલ વેકરિયા જાતે કાર ચલાવતો હતો. અતુલ વેકરિયાએ ચિક્કાર દારૂ પીધેલો હતો. જેના કારણે તે ઊભા રહેવાની સ્થિતિમાં પણ ન હતો. ટોળાએ અતુલ બેકરીના માલિકને પકડી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો. મૃતક યુવતીના ભાઈ નિરજ ચૌધરીની ફરિયાદ લઈ ઉમરા પોલીસે અતુલ બેકરીના માલિક અતુલ બાબુલાલ વેકરિયા(43)(રહે,શીખર રેસીડન્સી, મંગલમ પાર્કની સામે,પિપલોદ) સામે ગુનો નોંધ્યો હતો.

અતુલ વેકરિયાએ બે મોપેડને કારથી ઉડાવ્યા હતા.
અતુલ વેકરિયાએ બે મોપેડને કારથી ઉડાવ્યા હતા.

રાજકાટ નેતાઓનું પાછલા બારણેથી દબાણ
મોટા ઉઘોગપતિનો મામલો હોય ઉપરથી રાજકીય નેતાઓનું પાછલા બારણે પોલીસ પર દબાણ હોવાની આશંકાને પગલે પોલીસે આ કેસમાં સૌથી ગંભીર કલમ 304(સાપરાધ મનુષ્ય વધ)નો ઉમેરો કર્યો ન હતો. ટૂંકમાં આ કેસમાં ઉમરા પોલીસે અકસ્માતની હળવી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી અતુલ વેકરિયાને જામીન મળી જાય તે માટેનો ખેલ કર્યો હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં ચાલી રહી છે. આ સાથે 24 કલાકની અંદર જ અતુલ વેકરિયાને જામીન પણ મળી ગયા હતા.

કારના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
કારના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

દારૂના નશામાં અકસ્માત થાય તો 304 હેઠળ ગુનો બને
નિવૃત્ત ડીજીપી સુધિર સિન્હાએ જણાવ્યું હતું કે, દારૂના નશામાં અકસ્માત કરનાર સામે સાપરાધ મનુષ્યવધ લાગુ પડે. કોઇપણ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવે છે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. આવી સમજણ હોવા છતા વાહન ચલાવે તો 304 હેઠળ ગુનો દાખલ થાય.

યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટમાં કલાર્ક તરીકે નોકરી કરતી ઉર્વશી મનુ ચૌધરીનું મોત થયું હતું.
યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટમાં કલાર્ક તરીકે નોકરી કરતી ઉર્વશી મનુ ચૌધરીનું મોત થયું હતું.

બિનજામીનપાત્ર ગુનો બને
એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે, અકસ્માતના ગુનામાં ચાલક દારૂ પીધેલો હોય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો બને છે. જે જામીનપાત્ર નથી અને તેમાં સજાની જોગવાઇ પણ 10 વર્ષની હોય છે. આરોપીના મેડિકલ પછી 304નો ગુનો દાખલ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો