સુરતના અશ્વિનીકુમાર નજીક જલક્રાંતિ નગરમાં એક નોનવેજની દુકાનમાં તોડફોડ કરી હુમલાખોરોએ એક કાર અને એક પીક અપ ટેમ્પો સહિત બાઇકમાં તોડફોડ કરી હોવાના CCTV સામે આવ્યાં છે. હુમલાખોરોનો ભોગ બનેલા રણજિતએ કહ્યું હતું કે, એક અઠવાડિયા પહેલા દારૂ વેચતા કમલેશે 2 લાખની માગણી કરી હતી. રૂપિયા નહી આપ્યા તો આજે સવારે માણસો સાથે દોડી આવી તોડફોડ કરી જતા રહ્યા હવે પોલીસ નિવેદન લેવા આવી છે.
ખંડણી મગાઈ
રણજિત (પીડિત)એ જણાવ્યું હતું કે, 40 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છું. આના પર જ પરિવારનું ગુજરાન ચાલે છે. થોડા દિવસથી આ વિસ્તારમાં દારૂના ગોરખ ધંધા સાથે સંકળાયેલા કમલેશ આણી મંડળી હપ્તાખોરીને લઈ ધમકાવી રહી હતી. એક લાખ આપવા પડશે નહિતર દુકાન બંધ કરાવી દઈશ. એવું કહ્યા બાદ હુમલો થયો છે.
હપ્તા વસૂલવા પ્રયાસ
આજે સવારે કેટલાક ઈસમો દુકાન પર દોડી આવ્યા હતા. અચાનક તોડફોડ શરૂ કરી દીધી હતી. લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. 8-10 હુમલાખોરોએ દુકાન બાદ એક કાર સ્કોર્પીયો, એક પીક અપ ટેમ્પો અને બાઇકમાં પણ તોડફોડ કરી હતી. આખા વિસ્તારમાં ધાક જમાવવા અને હપ્તાખોરી વસૂલવાનો આ પ્રયાસ કહી શકાય છે. પોલીસમાં ફરિયાદ કરવા જતાં સાંભળવામાં આવ્યા ન હતા. એટલે પોલીસ કમિશનરમાં અરજી કરતા પોલીસ જવાબ લેવા દોડી આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.