ક્રાઇમ:પત્નીની હત્યાનો પ્રયાસ કરનારનો પો.લોકઅપમાં આપઘાતનો પ્રયત્ન

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની નહીં બચે તેવી પતિને આશંકા હતી, ચારિત્ર્ય પર શંકા રાખી હુમલો કર્યો હતો

સિટીલાઈટમાં પત્નીની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ બાદ ઉમરા પોલીસના લોકઅપમાં કેદ આરોપી પતિએ તાર વડે ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સિવિલમાં સારવાર માટે દાખલ પત્ની હવે નહી બચે તેવી આશંકાથી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

સિટીલાઈટ રાજતિલક એપા.માં વોચમેનની રૂમમાં રહેતા વોચમેન વિજય બાલુસિંગ રાજપુત(43)એ પત્નીના ચારીત્ર્ય અંગે શંકા રાખીને ગઈ તા.24મીએ સિટીલાઈટ અશોક પાનની ગલીમાં પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલી પત્ની સારવાર માટે સિવિલમાં દાખલ કરાઈ હતી. પત્નીની હત્યાના પ્રયાસના ગુનામાં ઉમરા પોલીસે વિજયની ધરપકડ કરી હતી. વિજયને જેલ હવાલે કરવા પહેલા તેનો કોરોનાનો ટેસ્ટ કરાયો હતો, જે હાલ પેન્ડિંગ હોવાથી તેને ઉમરા પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેણે સોમવારે સવારે તાર વડે ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન લોકઅપમાં લોહીલુહાણ હાલતમાં વિજય નજરે પડતા પોલીસ કર્મચારીઓએ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પત્ની હવે નહી બચે તેની આશંકા થી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તેણેે પોલીસને જણાવ્યું હતું. બનાવ અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...