આપની મહિલા કાર્યકર સપના રાજપૂતના પતિએ દોઢ વર્ષ પહેલા આમ આદમી પાર્ટી સુરત શહેરના મહામંત્રી ગૌતમ પટેલ (જલારામ નગર પાંડેસરા) પાસેથી વ્યાજે 4 હજારની રકમ લીધી હતી. ચંદુ પટેલે 4 હજાર સામે 10 હજારની માંગણી કરી રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાની ધમકી આપતા મહિલાએ ડિપ્રેશનમાં આવી એક સાથે 20 ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગૌતમ પટેલ સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
મૂળ યુપીના અને ભેસ્તાન આકાશ દર્શન સોસાયટીમાં રહેતા અજય રાજપૂતે દોઢ વર્ષ પહેલા 4 હજાર ગૌતમ પટેલ પાસેથી વ્યાજે લીધા હતા. રકમ ચૂકવી ન શકતા ગૌતમ પટેલે અજયની પત્ની સપના રાજપૂત પાસે 4 હજારની સામે 10 હજારની માંગણી કરી હતી. ગૌતમ પટેલે કહ્યું હતું કે, ઘર વખરીના પૈસા નથી અને તુ શું માથું ઊચું કરીને માર્કેટમાં ફરે છે. મને વ્યાજ સાથે પૂરેપૂરા દસ હજાર રૂપિયા આપે દે, નહિંતર તારી રાજકીય કારકિર્દી ખતમ કરી નાખીશ. સપના રાજપૂતે વોર્ડ નં. 29માંથી પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.