તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ માટે હુમલો:સુરતના પરવત પાટીયાના ટોબેકો દુકાનદાર ઉપર જીવલેણ હુમલો કરી લૂંટનો પ્રયાસ, મોઢું દબાવી ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લિંબાયત પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
લિંબાયત પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે યુવાનોએ દુકાનદારને ચપ્પુના ઘા માર્યા
  • દુકાનદારે લૂંટારૂઓનો પ્રતિકાર કરી બુમાબુમ કરતા ભાગી ગયા

સુરત શહેરના પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે આવેલ ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂટારૂઓએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. દુકાનદારનું મોઢું દબાવી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકીં કાઉન્ટરમાંથી વકરાના પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દુકાનદારે પ્રતિકાર કરી બુમાબુમ કરતા લૂંટારૂઓ ભાગી ગયા હતા. દુકાનદારને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભર બપોરે વેપારી ઉપર હુમલો કરી લૂંટના પ્રયાસના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

એકલતાનો લાભ લઈ લૂંટારૂએ હુમલો કર્યો
લિંબાયત પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે ભીખુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન આવેલી છે. દુકાન માલિક જગદીશચંદ્ર ગીસુલાલ નૌલખા (ઉ.વ.43) દુકાનમાં એકલા હતા. દરમિયાન બે અજાણ્યાઓ ગ્રાહકમાં સ્વાંગમાં આવ્યા હતા. અજાણ્યાઓએ જગદીશચંદ્ર પાસે સો પેકેટ ગોલ્ડ ફ્લેક, વીસ પેકેટ ફોર સ્કવેર સીગારેટ તથા ઓક વિમલનો કટ્ટો જાઈએ છે હોવાનું કહી સીધા દુકાનની અંદર ઘૂસી જઈ ધક્કો મારી નીચે પાડી દીધા હતા.

હાથ, પગ, મોઢા, ગાલ, પેટ સહિતના ભાગોમાં ચપ્પુના ઘા માર્યા
એક લૂંટારૂએ જગદીશચંદ્રનું મોઢું દબાવી બીજાએ હાથ, પગ, મોઢા, ગાલ, પેટ સહિતના ભાગોમાં ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. અજાણ્યાઓએ હુમલો કર્યા બાદ દુકાનના કાઉન્ટર ખોલી તેમાંથી વકરાના પૈસા કાઢવાનો પ્રયાસ કરતા હતા. દરમિયાન જગદીશચંદ્રએ પ્રતિકાર કરી તેને પકડી રાખનાર અજાણ્યાને ધક્કો મારી દુકાનમાંથી બહાર દોડી જઈ બુમાબુમ કરતા લૂટારૂઓ ભાગી ગયા હતા.

દુકાનદારને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા
વેપારી ઉપર લૂંટના ઈરાદે ચપ્પુથી હુમલો કરવાના બનેલા બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. બનાવની જાણ થતા લિંબાયત પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. જગદીશચંદ્રને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો