ક્રાઇમ:હજીરાની બેંકના સ્ટ્રોંગ રૂમ અને ATMમાં ચોરીનો પ્રયાસ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાં સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા પણ ન હતી

હજીરા ગામની બેંકમાં સ્ટ્રોંગ રૂમ અને એટીએમને તોડી રોકડની ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે. જેને લઈ બેંકના બ્રાંચ મેનેજર જાલમ વસાવાએ હજીરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

હજીરા ગામની કેનેરાબેંકમાં ચોરીના પ્રયાસની બનેલી ઘટનામાં મોઢા પર રૂમાલ અને જેકેટ પહેરી એક ચોર બેંકના મુખ્ય દરવાજાના તાળાં તોડી અંદર સ્ટ્રોંગ રૂમ તોડવાનો પ્રયાસ કરતો દેખાય છે. હજીરા ગામ પટેલ ફળિયામાં કેનેરા બેંકમાં 4થી જાન્યુઆરીએ વહેલી સવારે ત્રાટકેલા ચોરોએ લોખંડની જાળી અને શટરને મારેલ તાળાને લોખંડના સળિયાથી તોડી અંદર ઘુસી સ્ટ્રોંગ રૂમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોર સ્ટ્રોંગ રૂમનું હેન્ડલ તોડી નાખવામાં સફળ રહેવા છતાં તેનાથી સ્ટ્રોંગ રૂમ ખુલ્યો ન હતો.

બેંકના સ્ટ્રોંગ રૂમમાં લાખો રૂપિયાની રોકડ અને અગત્યના ડોક્યુમેન્ટો હતા. કેનેરા બેંકની બાજુમા જં એટીએમ આવેલું છે. જેમાં ચોરોએ એટીએમનું એક હેન્ડલ અને દરવાજો તોડી નાખી રોકડ રૂપિયા ચોરી કરવાની કોશિશ કરી હતી. જો કે એટીએમનો રોકડવાળા દરવાજો ખુલ્યો ન હતો. સામાન્ય રીતે બેંકમાં ચોરી કે આગની ઘટના બને તો તાત્કાલિક સાયરન વાગતો હોય છે એટલું જ નહિ સીસીટીવી કેમેરાનું સિક્યુરિટી સ્ટાફ દ્વારા હેડ ઓફિસથી મોનિટરીંગ કરવામાં આવે છે. ત્યારે બેંકમાં આવી કોઈ સુવિધા ન હતી અને સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...