કાર્યવાહી:ભેસ્તાનમાં જવેલર્સની દુકાનમાં ઘૂસી 2 શખ્સનો બંદૂકની અણી લૂંટનો પ્રયાસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માલિકે ઝપાઝપી કરતા લંૂટારૂઓ લૂંટ કરવા પહેલા ભાગી ગયા

ભેસ્તાનમાં જવેલર્સની દુકાનમાં રાત્રે 2 લૂંટારૂઓ ઘૂસી માલિકને બંદૂકની અણીએ ધમકાવી દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે માલિકે ઝપાઝપી કરતા ખાલી હાથે ભાગવાની નોબત આવી હતી. ભાગવામાં લૂંટારૂઓના હાથમાંથી હથિયાર પડી ગયું હતું. પાંડેસરા પોલીસે લૂંટારૂઓને શોધવા માટે રોડ પર નાકાબંધી કરી હતી. આ ઘટના બુધવારે રાત્રે 8 વાગ્યે બની હતી.

જવેલર્સના માલિક દુકાનમાં બેઠા હતા તે વખતે માસ્ક પહેરી 2 શખ્સો દુકાનમાં ધુસ્યા હતા. બન્ને શખ્સોએ રિવોલ્વર માલિકના લમણે મૂકી તુમ્હારે પાસે જો કુછ હૈ વો યે થેલે મે ભર દો કહ્યું હતું. પોલીસે રિવોલ્વર લોડેડ હોવાની અને દેશી તમંચો હોવાની વાત કહી છે. હાલમાં પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બન્ને લૂંટારૂઓને શોધવા ચક્રો ગતિમાન કર્યો છે. લૂંટારૂઓ બાઇક પર આવ્યા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...