તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વરાછામાં ઉછીના 25 હજાર પરત ન કરનારની હત્યાની કોશિશ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વરાછામાં ઉછીના લીધેલા 25 હજાર પરત નહીં કરનાર આધેડની લેણદારે હત્યાની કોશિશ કરતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

વરાછામાં ધરમનગર રોડ પર વિહળનગર પાસે રહેતા પોપટ દંતાણી( 50 વર્ષ) જૂના કપડાઓ લઈને વાસણ વેચવાનો ધંધો કરે છે. આરોપી સાગરગીરી મણીલાલ બાવા(રહે. સૌરાષ્ટ્ર સોસાયટીની વાડીના સર્કલ સામે,રતનજીનગર પાસે) પોપટ દંતાણીને સારી રીતે ઓળખે છે. થોડા મહિનાઓ પહેલા સાગરગીરીએ કોઈ કામથી પોપટ દંતાણીને ઉછીના 25 હજાર રૂપિયા આપ્યા હતા. સાગરગીરી તે રૂપિયા પરત માંગતો હતો. પોપટ દંતાણી પાસે રૂપિયાની વ્યવસ્થા ન હોવાથી આપતા નહતા. ગુરૂવારે સાંજે પણ આજ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેથી સાગરગીરીએ ઉશ્કેરાઈને લાકડાનો ફટકો જોરથી પોપટ દંતાણીના માથામાં મારી દીધો હતો. પોપટ દંતાણીને સારવાર માટે સ્મીમેરમાં દાખલ કરેલ છે. પોપટ દંતાણીના દીકરા દીપકે સાગરગીરી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો