સુરત મહાનગરપાલિકાએ સુરત નજીકના ઉદ્યોગોને ટર્શરી ટ્રીટમેન્ટ કરેલું પાણી પુરૃ પાડવા સાથે આવક ઉભી કરવા માટેનો પ્રયાસ કર્યો છે. સુરત પાલિકાએ છ વર્ષના ગાળામાં સુરતના ઉદ્યોગોને એક લાખ એમ.એલ.ડી. પાણી પુરૃ પાડીને મીઠા પાણીની બચત કરવા સાથે સાથે 265 કરોડ રૃપિયાની આવક ઉભી કરી છે. પાલિકા દ્વારા ટર્શરી ટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને પુરૃ પાડવા માટેની કામગીરી જોઈને સુરતના ઉદ્યોગોની જેમ હજીરાના ઉદ્યોગોને પણ આ રીતે ટર્શરી ટ્રીટ કરેલું પાણી આપવા માટેની કવાયતમાં પાલિકા અને હજીરાના ઉદ્યોગો વચ્ચે મધ્યસ્થી કરવ માટે તૈયારી બતાવી છે.
મીઠા પાણીની બચત
સુરત મ્યુનિ. વિસ્તારની આસસાપ આવેલા ઉદ્યોગોને ટર્શરી ટ્રીટમેન્ટ કરીને પાણી પુરી પાડવાની કામગીરી વર્ષ 2014થી પાલિકાએ શરૃ કરી છે. શરૃઆતના દિવોસમાં ટર્શરી ટ્રીટ કરેલું પાણી પુરૃ પાડવા માટે પાલિાકને મુશ્કેલી પડી હતી. પરંતુ પાલિકાએ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મીઠા પાણીની બચત કરવા સાથે સાથે ઉદ્યોગોને આ પાણી પુરૃ પાડવા માટેની કામગીરી ચાલુ રાખી હતી. સુરત પાલિકાએ વર્ષ 2014થી સુએઝના ગંદા પાણીને બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરીને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડનું બનાવીને ઉદ્યોગોને આપવાનું શરૃ કર્યું હતું. આ પાણી આપાવની કામગીરી શરૃ કરાવમા આવી ત્યારે એક ખાસ નીતિ બનાવી હતી આ નિતીના કારણે સુરત મ્યુનિ.ના વિસ્તારમા જે લોકે વસવાટ કરે છે તે લોકોને અપાતા મીઠા પાણીની બચત કરી છે.
મધ્યસ્થી બનવા તૈયારી
સુરત મ્યુનિ. તંત્રએ વર્ષ 2014થી 2021ના સમય દરમિયાન એક લાખ એમ.એલ.ડી પાણી ઉદ્યોગોને પુરૃ પાડયું છે આ પાણી ઉદ્યોગોને પુરૃ પાડવા સાથે સાથે પાલિકાએ ઉદ્યોગોને પાણી વેચીને છ વર્ષમાં 265 કરોડની આવક પણ ઉભી કરી છે. સુરત મ્યુનિ.એ ડ્રેનજનું ગંદુ પાણી જ ટ્રીટ કરીને સીધું તાપી નદીમાં ઠાલવામા આવતું હતું તે પણ બંધ કર્યું છે જેના કારણે તાપી નદીના પાણીની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. સુરત મ્યુનિ.એ સુરતના ઉદ્યોગોને પાણી પુરૃ પાડવા સાથે મીઠા પાણીની બચત કરી અને ગંદા પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગો પાસે આવક મળેળી છે તે કામગીરીની ગુજરાત સરકારે પણ નોંધી લીધી છે. ગુજરાત સરકારે હજીરાના ઉદ્યોગોને પણ ટર્શરી ટ્રીટ કરેલું પાણી આપવા માટેની કવાયતમાં મધ્યસ્થી કરવા માટે પણ તૈયારી બતાવી છે. જો સરકારનો આ પ્રયાસ સફળ થાય તો સુરતના ઉદ્યોગની જેમ હજીરાના ઉદ્યોગોને પણ સુરત પાલિકા દ્વારા ટર્શરી ટ્રીટ કરેલું પાણી આપવામાં આવશે અને તેના થકી પાલિકાને આવકનો એક નવો સ્ત્રોત ઉભો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.