તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Attackers Beat Up 6 Members Of A Family, Including Three Women, Who Complained Of Illegal Construction In Limbayat, Surat

હુમલો:સુરતના લિંબાયતમાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરનાર પરિવારના ત્રણ મહિલા સહિત  6 સભ્યોને હુમલાખોરોએ માર માર્યો

સુરતએક મહિનો પહેલા
હુમલાખોરોએ ઘર આંગણે જ આવીને પરિવાર પર હુમલો કર્યો હતો.
  • ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મઝડા સોસાયટીમાં માથાભારે ઇસમોએ હુમલો કરીને એક જ પરિવારની ત્રણ મહિલા સહિત 6 જણાને ઈજાગ્રસ્ત કર્યાં હતાં. પાલિકામાં કરેલી ગેરકાયદે બાંધકામની અરજીને લઈને કરવામાં આવેલો હુમલો મોબાઈલ વીડિયોમાં કેદ થયો હતો. હુમલાખોરો દ્વારા માર મરાતા ઈજાગ્રસ્ત ઈરફાન પઠાણના હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેથી ઈરફાન સહિતના પરિવારના ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સળિયાથી હુમલો થતાં એકને હાથે ફ્રેક્ચર થયું હતું.
સળિયાથી હુમલો થતાં એકને હાથે ફ્રેક્ચર થયું હતું.

અરજીનો રોષ રાખી હુમલો
ફરીદા પઠાણ (ઇજાગ્રસ્ત પરિવારના વકીલ) એ જણાવ્યું હતું કે, ઇરફાનભાઈ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યાં છે. એમની સોસાયટીમાં હુમલાખોર દ્વારા ઘર બહાર 15-20 ફૂટ અને પહેલો-બીજો માળ ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યો હતો. આ બાબતે ઇરફાનભાઈએ મે મહિનામાં પાલિકામાં અરજી કરી હતી. જેની અદાવતમાં આજે હુમલાખોરે માણસો સાથે મળી ઇરફાનભાઈ સાથે ઝઘડો કરી એમના પરિવારને માર માર્યો હતો.

ઈજાગ્રસ્ત મહિલાઓ સહિતના પરિવારને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયાં હતાં.
ઈજાગ્રસ્ત મહિલાઓ સહિતના પરિવારને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયાં હતાં.

પથ્થર અને સળીયાથી હુમલો
ભર બપોરે પથ્થર અને સળિયા વડે હુમલો કરાતા ઇરફાનભાઈના હાથે ફ્રેક્ચર આવ્યું હતું. જ્યારે તેના માતા ખતીઝા (ઉ.વ. 60), પિતા ઉશ્માનભાઇ (ઉ.વ. 65), બહેન ઉઝમા, પત્ની નસીમ (ઉ.વ. 32) અને ભાઈ સલમાનને ઇજાઓ પહોંચી હતી. હાલ તમામને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આખી ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે.ઇરફાનને ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે લિંબાયત પોલીસને જાણ કરાઈ હોવાનું ફરીદા પઠાણે વધુમાં જણાવ્યું છે.