તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:એટ્રોસિટી કેસમાં સરકારે આપેલી રકમના વિવાદમાં હુમલો કરાયો

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મામાના પરિવારનો ભાણેજ સાથે 50 હજાર મુદ્દે ઝઘડો

ઍટ્રોસીટીના કેસમાં કરવામાં આવેલા દાવામાં સરકાર તરફથી આપવામાં આવેલી સહાયની રકમમાંથી મામાએ રૂ.50 હજારની માંગણી કરતા થયેલા ઝઘડામાં મામાના પરિવારજનોએ ભાણેજ પર હુમલો કરી માર માર્યાનો બનાવ લાલગેટ પોલીસમાં નોંધાયો છે. પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી છ જણાની ધરપકડ કરી છે.

સૈયદપુરાના રાણીતળાવ કુંભારવાડા શાકમાર્કેટ પાસે રહેતા ભાવીન હરીશભાઈ કંટારીયા ચૌટાબજારમાં કપડાની દુકાનમાં સેલ્સમેન છે. અગાઇ ભાવિનના ભાઇ મિનેશ પર ઓગષ્ટ 2020માં કેટલાક લોકોએ હુમલો કરતા ઇજા પહોંચી હતી. બનાવ અંગે મિતેશે લાલગેટ પોલીસમાં ઍટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં સારવાર માટે કરેલા દાવામાં સરકાર તરફથી તેમને રૂ.સવા લાખ જેટલી સહાય મળી હતી.

આ સહાય અપાવવા માટે મામા જીવરાજ ખીમજી વાંઢેળે મદદ કરી હતી. જેથી મામા જીવરાજ સાહેબને આપવાને છે એમ કહીને સહાયમાંથી રૂ.50 હજારનો ભાગ માંગતા હતા. જોકે, ભાવીને પૈસા આપવાના ઇન્કાર કરતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને શુક્રવારે બપોરે સાડા બારેક વાગ્યે ભાવીન નોકરી પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારે ઘરની બહાર ઉભેલા તેના મામા જીવરાજ ખીમજી વાંઢેળે તેને ભાવીન બોલાવી સરકાર તરફથી તારા ભાઈ મિતેશને દવાની સહાય માટે મળેલ પૈસામાંથી તું મને મારા ભાગના રૂ. 50 હજાર કેમ આપતો નથી મારે સાહેબને રૂપિયા આપવાના છે એમ કહ્યુ હતું.

જેથી ભાવીને મામાને મારા ભાઈની દવામાં ખર્ચે વધારે થયો છે. જેથી મારાથી હાલ 50 હજાર રૂપિયા અપાશે નહી રૂ.5 આપવાનું કહેતા જીવરાજ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરવા વાગ્યો હતો તે દરમિયાન મામી ગીતાબેન જીવરાજ, સુમીત જીવરાજ, દિપીકા સતીષ સોલંકી, મંજુલા સુમીત, નેહા જીવરાજ ઘરની બહાર દોડી આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો