તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુરતમાં દબાણખાતાના કર્મચારી પર હુમલાનો પ્રયાસ, યુવકને પકડી દબાણખાતાના વાહનમાં ભારે જહેમતે બંધ કર્યો

સુરત5 દિવસ પહેલા
મોડેલ ટાઉન પાસે દબાણખાતાના કર્મચારી પર હુમલો થયો.
  • હુમલાના પ્રયાસની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ નહીં

સુરતના લિંબાયત ઝોનના દબાણખાતાના કર્મચારી પર એક દબાણકર્તાએ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. દબાણખાતાના કર્મચારીઓ આ હુમલાથી માંડ માંડ બચ્યા હતા. બીજી તરફ આ હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પરંતુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરત મહાનગરપાલિકાના દબાણખાતા, ઢોર પાર્ટી તેમજ ડીમોલેશન સમયે ઘણીવાર ફરજ પર હાજર કર્મચારીઓ પર હિંસક હુમલાઓ થાય છે.વહેલી મોડી પોલીસ ફરિયાદો થતી હોય છે પરંતુ કોઈ કડક કાર્યવાહી ન થવાના કારણે તથા આવા બનાવો અવાર-નવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના વધુ એક વખત પ્રકાશમાં આવી છે.

હુમલાનો પ્રયાસ થતા અધિકારીઓ હેબતાઈ ગયા
સુરતના લિંબાયત ઝોનની દબાણખાતાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી. દરમિયાન મોડેલ ટાઉન પાસે દબાણખાતાની ટીમ વાહનમાં બેઠી હતી તે વેળાએ એક દબાણકર્તાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. અચાનક હુમલાનો પ્રયાસ થતા અધિકારીઓ હેબતાઈ ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી.

અચાનક હુમલો થતા અફરાતફરી મચી ગઈ હતી.
અચાનક હુમલો થતા અફરાતફરી મચી ગઈ હતી.

યુવકને પકડીને ભારે જહેમતે વાહનમાં બંધ કર્યો
કર્મચારીઓએ હુમલો કરનારા આરોપીને પકડીને દબાણખાતાના વાહનમાં પૂરી દીધો હતો. પરંતુ આ મામલે પોલીસને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે દબાણખાતાના કર્મચારીઓ હુમલાખોર યુવકને પકડીને ભારે જહેમતે વાહનમાં બંધ કરે છે.

હુમલાખોર યુવકને પકડીને ભારે જહેમતે વાહનમાં બંધ કર્યો.
હુમલાખોર યુવકને પકડીને ભારે જહેમતે વાહનમાં બંધ કર્યો.

પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાની ચર્ચા
આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે હુમલાખોર યુવકને લિંબાયત ઝોન કચેરીએ કર્મચારીઓ લઈને આવ્યા હતા. ત્યાં હાજર તમામ આસી./જુની. ઈજનેર, સુપર વાઈઝર અને બેલદારઓએ પોલીસ તંત્ર અને મનપાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જોકે, કોઈ સકારાત્મક પ્રત્યુત્તરના મળતા એ અસામાજિક વ્યક્તિને થોડા સમય બાદ મુક્ત કરવાની ફરજ પડી હતી.