ક્રાઇમ:ફોન લૂંટવા યુવક પર હુમલો, બે કિશોર સહિત 3 ઝડપાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાંડેસરામાં યુવકના પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યાની કોશિશ પણ કરાઈ હતી

ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, અઠવાડિયા પહેલા પાંડેસરામાં રચના ખાડી પુલ પાસે અજાણ્યો યુવક ઈજાગ્રસ્ત મળ્યો હતો. તે બોલી શકતો ન હતો. તેના પેટમાં ચપ્પુથી ઘા કરવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે સરકાર તરફે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી હતી. યુવકને ભાન આવતા તેનું નામ સંતોષ રામુ ગૌરી જણાવ્યું હતું.

ક્રાઈમ બ્રાંચને માહિતી મળી કે, સંતોષ પર ફોન લૂંટવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનારા પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં ભેગા થવાના છે.આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે પાંડેસરા હાઉસિંગ બોર્ડમાંથી આરોપી વિજય ઉર્ફ મુન્ના રામબહાદુર કનોજીયા(રહે.હરસિદ્ધી નગર, પાંડેસરા) અને બે કિશોરોને ઝડપી પાડ્યા છે.

આરોપીઓએ કબૂલાત કરી હતી કે વિજય પર દેવું થઈ ગયું છે.તે રૂપિયાની સગવડ કરવામાં હતો.ત્યારે વિજયે બે કિશોર મિત્રો સાથે રાહદારીઓ પાસેથી ફોન લૂંટવાનું આયોજન કર્યું હતું. સંતોષ ગૌરી પાંડેસરા રચના ખાડી પુલ પાસેથી પસાર થતો હતો ત્યારે આરોપીઓએ તેની પાસેથી ફોન લૂંટવાની કોશિષ કરતા સંતોષે પ્રતિકાર કરતા વિજયે સંતોષને પેટમાં ચપ્પુ માર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ફોન અને બાઇક કબજે કરી છે.

અન્ય સમાચારો પણ છે...