તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:માસ્ક નહીં પહેનારને દંડ કરતા પાલિકાની ટીમ પર હુમલો

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટા વરાછાની ઘટના, ફરિયાદ દાખલ

પાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.એ.પી.ભટ્ટ, ચીફ સેનેટરી ઇન્સ્પેકટર એસ.આર.પટેલ. સેનેટરી ઇન્સ્પેકટર ઉમેશ પટેલ, ડી.એન.સોલંકી અને સફાઇ કામદારોની ટીમ શુક્રવારે મોટા વરાછામાં માસ્ક નહીં પહેરનારને દંડ કરી રહી હતી. દરમિયાન મારૂતિ ચોક સ્થિત ધારા આર્કેડની દુકાન નં.103માં પાંચ શખ્સો માસ્ક વગર બેઠા હતા. જેથી આ ટીમે દુકાનમાં જઇને આ શખ્સો પાસે દંડની કાર્યવાહી કરતા જ તેઓ ઉશ્કેરાયા હતા. તમે ખોટી રીતે દંડ માંગવા આવ્યા છો એમ કહીને ધક્કો મારીને ટીમને બહાર કાઢી મૂકી હતી.

આ ધક્કા મુક્કીમાં બે અધિકારી દિવાલ સાથે અથડાતા તેમને ઇજા પહોંચી હતી. બનાવ અંગે સેનેટરી ઇન્સ્પેક્ટર ઘીરેન્દ્ર ભાઇશંકર ભટ્ટે (રહે, આંગણ રેસીડેન્સી, પરવત પાટીયા) એ અમરોલી પોલીસમાં આકાશ તુષાર રોય ( મોમાઇનગર નાના વરાછા), મનન નિલેશ ધામોલીયા ( તાપી દર્શન સોસાયટી, નાના વરાછા), જેનીશ વિનુ ઇટાલીયા (પનવેલ એવન્યુ, મોટા વરાછા), વિશેષ રોય ( મોમાઇ નગર, નાના વરાછા) અને યુવી શાંતિલાલ ઉકાણી (રહે, શક્તિકૃપા વરાછા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો