હુમલો:અમરોલીના જમીનદલાલ પર રૂપિયાની લેતીદેતીમાં હુમલો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ શ્રીરામનગર સોસાયટીમાં રહેતાે જમીન દલાલ મુન્ના નાયકને કીમ કુડસદની જલારામ રેસીડેન્સીમાં મકાન રાખવા દિનેશ રબારીએ 50 હજાર આપ્યા હતા.જે મકાનનો સોદો રદ થતાં દિનેશ રબારીને 20 હજા૨ પ૨ત આપ્યા હતા, બાકીના 30 હજાર આપવાના બાકી હતા. દરમિયાન રવિવારે દિનેશ રબારીએ પોતાના સાથી કિરણ રબારી, બાબુ રબારી અને રાજા મૈયા સાથે મળીને મુન્ના નાયકને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. મુન્ના નાયકે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...