તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:5 વર્ષ પહેલા પત્નીની છેડતી કરી હોવાનું માની પરિચિત પર હુમલો

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આક્ષેપ સમયે આરોપી-પીડિત એક જ સોસા.માં રહેતા હતા
  • ભુવાએ છેડતીનો આરોપ ખોટો હોવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો

પુણા ગામ શાક માર્કેટ પાસે યુવકના માથામાં ઓળખીતાએ લોખંડનો પાઈપ મારીને હત્યા કરવાની કોશિષ કરી હતી.કેનાલ રોડ પર રંગ અવધુત રો-હાઉસમાં રહેતો દિનેશ બારૈયા રત્ન કલાકાર છે. આરોપી અજીત મહેરા(રહે.રાધાસ્વામી સોસાયટી, પુણા ગામ) હાલ બેકાર છે. અજીત માને છે કે, 5 વર્ષ પહેલા દિનેશે તેની પત્નીની છેડતી કરી હતી. જ્યારે દિનેશનું કહેવું છે કે, તેને છેડતી કરી ન હતી. 5 વર્ષ પહેલા જ્યારે આક્ષેપ થયા હતા ત્યારે બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. ત્યારબાદ બંને અલગ-અલગ સોસા.માં રહેતા હતા.

દરમિયાન સમાજના લોકોએ વચ્ચે પડીને સમાધાન કરાવવાના પ્રયાસ કર્યા હતા. અજીતનું કામ બરાબર ચાલતું ન હોવાથી તે ભુવા પાસે ગયો હતો. ભુવાએ અજીતને કહ્યું હતું કે, દિનેશ પર ખોટા આક્ષેપ કર્યા છે. જેથી દિવેશવા વતન જઈ તેની કુળદેવીનું દર્શન કરવું પડશે. જેથી અજીતના પરિવારે દિનેશના વતન જઈને તેની કુળદેવીના દર્શન કરી માફી માંગી હતી.

જેથી અજીતને મન પર લાગી આવ્યું હતું. તેનું માનવું કે દિનેશે તેની પત્નીની છેડતી કરી છતાં પરિવારે દિનેશના વતનમાં જઈને તેની કુળદેવીની માફી માંગી એટલે બધુ તેના વિરુદ્ધમાં જતું દેખાય છે. જેથી ઉશ્કેરાયેલા અજીતે ગુરૂવારે રાત્રે દિનેશના માથામાં લોખંડનો પાઈપ મારી હત્યા કરવાની કોશિષ કરી હતી. દિનેશને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. દિનેશના ભાઈ મહેશે અજીત વિરુદ્ધ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...