ફરિયાદ:8 હજાર ઉછીના નહીં આપતાં અડાજણના વેપારી પર હુમલો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્લાન્ટ પર તોડફોડ કરી ખંડણી પણ માંગી

મિનરલ વોટરના વેપારીએ 8 હજારની રકમ ઉછીની ન આપતા નાનપુરાના માથાભારે અન્નુ માછીએ ધમકી આપી કે ‘જોઈ લીધું શું થયું’ બાદમાં પાણીની બોટલોની તોડફોડ કરી વેપારી અને તેના ભાગીદારો પર હુમલો કર્યો હતો. માથાભારે અન્નુ માછી સાથે અન્ય 2 બદમાશો પણ સામેલ હતા. બીજી તરફ વેપારીએ એવો પણ આક્ષેપ કર્યો કે, માથાભારે અન્નુ માછીએ ખંડણી માંગી હતી. જો કે જે તે વખતે વેપારીની તબિયત સારી ન હોવાથી તેઓએ ખંડણીનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો ન હતો.

અડાજણ પાટિયા બ્લુ ડાયમંડ એપાર્ટમેન્ટમાં રહેતા 46 વર્ષીય અનિલ કૃષ્ણકાંત અત્તરવાલા ભાગીદારીમાં ગોપીપુરા અંબાજી માતાજીના મંદિર પાસે મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવે છે. બીજી તારીખે રાત્રે 8 વાગ્યે માથાભારે અન્નુ માછી તેના સાગરિતો સાથે પ્લાન્ટ પર આવી પહેલા તોડફોડ કરી હતી. જેમાં 4 પાણીની બોટલો તોડી નાખી ઉપરાંત વોટર પ્લાન્ટમાં તોડફોડ કરી હતી.

આ અંગે ભાગીદારને ખબર પડતા તેઓ પ્લાન્ટ પર પહોંચી ગયા હતા. આ દરમિયાન અન્નુ માછી પાછો ત્યાં આવ્યો અને ભાગીદારને કહ્યું ‘જોઈ લીધું શું થયું’ એટલામાં વેપારી પણ ત્યાં આવી પહોંચ્યો હતો. માથાભારે અન્નુએ ભાગીદાર વિષ્ણુ પર સ્ટીલનાે પાઇપ માથામાં મારી દીધો હતો. જયારે વેપારી ભાગીદારને બચાવવા જતા તેને પણ માર્યો હતો. લોકો એકત્ર થતા તેઓ ભાગી ગયા હતા. વેપારીએ અઠવાલાઇન્સ પોલીસમાં અન્નુ માછી(રહે,નાનપુરા) સહિત 3 સામે ફરિયાદ આપી છે. હાલ 3 ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...