તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:પુણામાં પાણીના સેમ્પલ લેવા ગયેલા પાલિકાકર્મી પર હુમલો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સોએ પીછો કરી માર મારી ફોન તોડી નાંખ્યો

પુણા વિસ્તારના શિવનગરમાં ઘર બહાર ભરાયેલા પાણીના સેમ્પલ લેવા ગયેલા એસએમસીના કર્માચારીને 3 લોકોએ માર મારી ફોન પણ તોડી નાખ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કડોદરામાં શુભ વિલામાં રહેતો હિમાંશુ મહેશભાઈ સોલંકી એસએમસીમાં હાલમાં મેલેરિયાના પુણા યુનિટમાં ફરજ બજાવે છે. બુધવારે તે પુણા વિસ્તારમાં જ્યાં પાણીનો ભરાવો થયો હોય અને મચ્છરો પેદા થઈ શકે એમ હોય તેવા સ્થળેથી સેમ્પલ લેવા નીકળ્યા હતા.

પુણા કેનાલ રોડ પર શિવનગરમાં એક મકાન બહાર પાણી ભરાયું હતું. ત્યારે હિમાંશુ ત્યાંથી સેમ્પલ લેતા હતા ત્યારે મકાનમાંથી ત્રણેક જણા આવ્યા અને કહ્યું, ક્યા કર રહે હો. હિમાંશુએ તેમને કહ્યું કે, એસએમસીમાંથી આવું છે. તેથી ત્રણેય જણા ઉશ્કેરાયા અને ગાળો આપીને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું.

હિમાંશુએ ગાળો નહીં આપવાનું કહેતા ત્રણેય જણા તેને મારવા લાગ્યા હતા. બાદમાં મકાનની અંદર લઈ જઈ ખુબ જ માર માર્યો હતો. એકના હાથનું કડું હિમાંશુની આંખ પર લાગ્યું હતું. ત્યાંથી તે જીવ બચાવીને ભાગ્યો તો રસ્તા પર તેનો પીછો કરીને ફરીથી માર માર્યો હતો. તેનો ફોન ખેંચીને રસ્તા પર અફાડીને તોડી નાંખ્યો હતો. હિમાંશુએ ઓફિસે આવી અધિકારીઓને જાણ કરી હતી. ત્યાર બાદ હિંમાશુએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માર મારનારા ત્રણ પૈકી એકનું નામ રાકેશ ગણેશ ગોંડ છે.જેની શોધખોળ પોલીસે આદરી છે.

અન્ય સમાચારો પણ છે...