તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નાણાં ચુકવ્યા છતાં 40 લાખ માંગીને લેણદાર પર હુમલો

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા વરાછામાં ફાઇનાન્સરનો વધુ એક આતંક
  • વેપારીએ વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા છે

ધંધો શરૂ કરવા માટે વ્યાજે લીધેલા રૂ.45 લાખ ચૂકવી દીધા હોવા છતાં ફાઇનાન્સરે બીજા 40 લાખની માંગણી કરી અમરોલીના યુવાન પર હુમલો કરી નાસી ગયો હતો.

મોટા વરાછા શિવધારા રેસિડેન્સીમાં રહેતા ભાવેશ બોદરીયા કોસાડ સ્થિત કેસરી નંદન એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરે છે. ત્રણેક વર્ષ પહેલા ભાવેશને ધંધો શરૂ કરવો હોવાથી સરથાણા જકાતનાકા ઝીલ પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશ કાતરોડીયા પાસેથી વ્યાજે રૂ.45 લાખ અને બાદમાં 2018માં રૂ.5 લાખ લીધા હતા. આ નાણા તેણે નવેમ્બર 2019માં ચુકવી દીધા હતા. ત્યાર બાદ ફાઇનાન્સરે વધુ નાણાની માંગણી કરતા તેમની વચ્ચે વિવાદ થયો હતો. સોમવારે બપોરે ભાવેશના મોબાઇલ પર રાજુ નામના શખ્સે ફોન કરી નિલેશભાઇના પૈસા ક્યારે આપવાના છે કહી ઉત્રાણ વીઆઇપી સર્કલ પાસે તેને બોલાવ્યા હતા. ભાવેશ તેના મિત્ર યોગેશ સાથે વીઆઇપી સર્કલ પાસે પહોંચતા ત્યાં ઉભેલા નિલેશ, વિપુલ, રાજુ, જનક તથા બીજા ચાર શખ્સો ઉભા હતા. જ્યાં નિલેશે પૈસા ક્યારે આપવાનો છે એમ પૂછ્યું હતું. ભાવેશે પૈસા ચુકવી દીધા છે એમ કહેતા નિલેશ અને રાજુએ માર મારવાનું શરૂ કરી દીધંુ હતું. દરમિયાન રાજુએ બાજુમાં પડેલી લાદી લઇને ભાવેશના માથા પર મારી નાસી ગયા હતા. અમરોલી પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...