તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એટ્રોસિટી:વરાછામાં વેપારીને જાતિ વિષયક ગાળો આપતા 4 સામે એટ્રોસિટી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘મારી દુકાન અભડાવી નાખીશ’ કહી અલ્પેશ જૈને ગાળો ભાંડી
  • આરોપીઓ ગ્રાહકોને વેપારીની દુકાને જવા દેતા ન હતા

વરાછાના કાપડ વેપારીને જૈન વેપારીએ પછાત જાતિના હોવાનું કહીને હેરાન કરતા એટ્રોસિટી મુજબ ગુનો નોંધાયો છે. અમરોલીમાં રહેતો મૂળ રાજસ્થાનનો કાર્તિકની (નામ બદલ્યું છે)વરાછાના તાપીબાગ શોપીંગ સેન્ટરમાં દુકાન છે. તેમની બાજુમાં અલ્પેશ જૈનની કાપડની દુકાન છે. માર્ચના અંતમાં કાર્તિકની દુકાને આવેલા ગ્રાહકને અલ્પેશના માણસ ચિન્ટુએ કહ્યું હતું કે પછાત વર્ગના લોકોને ત્યાથી કપડાં ન લેવાય.

તેથી કાર્તિકનો સાળો આ બાબતે કહેવા જતાં અલ્પેશે ઝઘડો કરી મારામારી કરી હતી. સાથે કહ્યું કે, તમે પછાત જાતિના છો, હું તમને ધંધો નહીં કરવા દઉં. તારી દુકાનની અંદર ગ્રાહક જ ન આવવા દઉં, મારે તને અહીંથી મારી-મારીને ભગાડવો છે. બીજા દિવસે કાર્તિકની દુકાને આવેલા ગ્રાહકને અલ્પેશ જૈન આમ કહીને ભગાવી દીધો હતો કે ‘તમે પછાત જાતિના વેપારીને ત્યાં કેમ જાવો છો, અમે જૈન લોકો બેઠાં છીએ. અલ્પેશે વેપારીને કહ્યું તું પછાત જાતિનો છો મારી દુકાન અભડાવી નાખીશ. આ ઘટના બાદ કાર્તિકના સગાનું અવસાન થતાં રાજસ્થાન ગયો હતા. ત્યાંથી આવીને કાર્તિકે અલ્પેશ, તેના પિતા, ચિન્ટ અને કમલેશ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ઝઘડો કરતાં વેપારીએ સમજાવ્યું પણ હતું
અલ્પેશ જૈન સહિતના લોકોએ રાજસ્થાની વેપારી સાથે ઝઘડા કર્યા ત્યારે તેણે તેમને સમજાવ્યા પણ હતા. એ સમયે વેપારીએ અલ્પેશને કહ્યું હતું, તમે આવું બોલશો તો મારે મારવાડ ભેગા થઇ જવું પડશે.

અન્ય સમાચારો પણ છે...