ધરપકડ:ઇચ્છાપોરમાં મદદ કરવાનું કહી ATM કાર્ડ બદલનારો ઝડપાયો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ બોલાવવાનું કહેતા ભાગ્યો પણ પડી જતાં પકડાયો

ઈચ્છાપોર મોરાગામ મા એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવકને ભેટી ગયેલા ગઠિયાએ બેલેન્સ ચેક કરી આપવાનુ કહી નજર ચુકવી એટીએમ કાર્ડ બદલી નાંખ્યો હતો. યુવકને ખ્યાલ આવી જતા ગાંઠિયાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.મોરાગામ સ્ટાર રો હાઉસમાં રહેતા પવન કાલુપ્રસાદ યાદવ (34) એએમ/એનએસ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. રવિવારે સાંજે તેઓ મોરાગામ બજારમાં પહેલા માળે આવેલા એસબીઆઈ બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા.

એટીએમમાં પીન નાખ્યા બાદ કેશ વિડ્રોઅલનું ઓપ્શન ખ્યાલ ન આવતા તેમની પાછળ ઉભેલા ગોપાલપ્રસાદ લક્ષ્મણપ્રસાદ રામ (રહે.ભટલાઈ ગામ ચોર્યાસી)એ કેશ વિડ્રોઅલનું ઓપ્શન દબાવી આપતા રૂપિયા ખાતામાંથી કાઢી શકાયા હતા. જોકે તેમનું એટીએમ કાર્ડ મશીનમાં હતું તે ગોપાલે મશીનમાંથી કાઢી લીધું હતું અને તમારુ બેલેન્સ ચેક કરી લઉ તેમ કહેતા પવને ના પાડી કાર્ડ પરત લઇ લીધું હતું. જોકે કાર્ડ પરત કરતી વખતે ગઠિયાએ નજર ચુકવી એટીએમ કાર્ડ બદલી તેના બદલામાં બીજુ કાર્ડ આપી દીધું હતું.

બહાર નીકળ્યા બાદ પવનભાઈને શંકા ગઈ હતી જેથી તેમણે કાર્ડ ચેક કરતા કાર્ડ બદલાઈ ગયું હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી એટીએમ માંથી બહાર નીકળતાં ગોપાલને અટકાવીને એટીએમ કાર્ડ કેમ બદલી નાખ્યું એમ પૂછવાની સાથે પોલીસને બોલાવવાનું કહેતા ગોપાલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પહેલાં માળેથી કુદી પડ્યો હતો. જોકે પવન યાદવે નીચે દોડી જઇ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે પવનની ફરિયાદના આધારે ગોપાલપ્રસાદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...