તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીમાં અઠવા ઝોનના અધિકારીથી ત્રાસી સફાઇ કર્મીએ ફિનાઇલ પીધું

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સફાઈ કામદારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં અન્ય કર્મચારીઓએ તેને ઉલટી કરાવી હતી. - Divya Bhaskar
સફાઈ કામદારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં અન્ય કર્મચારીઓએ તેને ઉલટી કરાવી હતી.
  • અધિકારીઓ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ફિનાઈલ પીધાની ચર્ચા

પાલિકાની મુખ્ય કચેરી ખાતે અઠવા ઝોનના સફાઈ કામદારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીએ ફિનાઈલ પી લીધા બાદ કચેરીના પટાંગણમાં જ ઉલટીઓ કરતાં કર્મચારીઓ બહાર દોડી આવ્યા હોય છે.તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડાયો હતો. સફાઈ કામદારે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. ફિનાઈલ પીનાર કર્મી પાસેથી જય બુધ્ધ કર્મચારી યુનિયન તરફથી પાલિકા કમિશનરને લખાયેલી રજૂઆતનો કાગળ મળ્યો હતો, જેમાં અઠવા ઝોનના એક અધિકારી કામદારો પર ત્રાસ ગુજારે છે.

ફિનાઈલ પીનાર પાસેથી લેટર મળ્યો
ફિનાઈલ પી લેનાર સફાઈ કામદાર પાસેથી જય બુધ્ધ કર્મચારી યુનિયન તરફથી પાલિકા કમિશનરને લખાયેલી રજૂઆતનો કાગળ મળ્યો છે. જેમાં આક્ષેપ કરાયા છે કે અઠવા ઝોન ગવીયર વી.બી.ડી.સી.ના પ્રાઈમરી દિલીપ પટેલ કામદારો પર ત્રાસ ગુજારે છે. ખેતીવાડીનું અને ઘરનું કામ તથા પાર્ટીઓ આપે અને એ કામ ન કરવામાં આવે તો હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે.

આપઘાતના પ્રયાસથી કર્મચારીઓ દોડ઼ી આવ્યા
પાલિકાની મુખ્ય કચેરીના પટાંગણમાં જ ફિનાઈલ પીને સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીઓને જાણ થતાં પોતાના કામ મૂકીને પટાંગણમાં દોડી આવ્યાં હતાં. બાદમાં કામદારને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાલિકાની મુખ્ય કચેરીમાં જ આપઘાતના પ્રયાસથી ચકચાર મચી ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser