ઉનાળાની સિઝનમાં આઇસ ગોલાની દુકાનોમાં ભારે ભીડ થઇ રહી છે ત્યારે કેટલીક દુકાનોમાં આરોગ્ય માટે હાનિકારક ઇન્ડસ્ટ્રીયલ બરફનો ઉપયોગ થઇ રહ્યો હોવાની ફરિયાદ મળતા સફાળે જાગેલા સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગે અઠવા અને રાંદેર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા અઠવા અને રાંદેર વિસ્તારમાં બરફ વેચનારા 10 વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું અને આઇસ ગોલાના સેમ્પલો લઇ પૃથ્થકરણ માટે લેબોરટરીમાં મોકલી આપ્યા છે. આ બરફની દુકાનોમાં સાફ સફાઈનો પણ અભાવ જોવા મળતા આરોગ્યલક્ષી નોટિસ પણ ફટકારવામાં આવી છે. જેને પગલે અન્ય વિક્રેતાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે , હાલમાં ભારે ગરમીના કારણે આઇસ ગોલાવાળાના ત્યાં ભીડ જામતી હોય છે. બરફવાળાઓ તેમજ આઈસ ગોલાવાળાના ત્યાં ઇન્ડસ્ટ્રીયલ બરફનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી ફરિયાદો ઉઠી હતી. આ ઇન્ડસ્ટ્રીયલ બરફ જે લોકોના આરોગ્ય માટે જોખમી હોય અને ફરિયાદોના પગલે સફાળા જાગેલા સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા બરફ તેમજ આઈસ ગોલાના સેમ્પલો એકત્રિત કરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જો કે આ સેમ્પલ વહેલા આવે તો જે તે વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.