બિઝનેસ:ઈન્ડસ્ટ્રિયલ પોલિસી મામલે રાજ્યની ચેમ્બર સાથે આજની બેઠક પર મદાર

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર થયેલી ટેક્સટાઈલ પોલિસીના લાભથી લાભાર્થી વંચિત રહેશે

પહેલા ડિસેમ્બર-2019માં જાહેર થનારી રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને વિવિધ કારણોસર સરકારી અધિકારીઓએ 6 મહિના માટે ટાળી દીધી હતી. હવે જુલાઈ મહિનો નજીક છે ત્યારે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટેની ભલામણો માંગવા રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સને સૂચન કરાયું છે. જેના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની ટાસ્કફોર્સનો ભાગ બનેલી સુરત સહિતની તમામ 12 ચેમ્બર્સના ઓફિસ બેરર્સ સાથે આજે બપોરે ઇન્ડસ્ટ્રીયલ કમિશનર વીડિયો કોન્ફરન્સ કરશે.જોકે, હજુ આ પોલિસી જાહેર નથી થઇ તે પૂર્વે શહેરના ટેક્સટાઇલ જગતમાં તેનાથી નહીં મળનારા લાભને લઈને ગણગણાટ ચાલુ થઇ ગયો છે.

10 જાન્યુઆરી 2019ના રોજ રાજ્યસરકાર દ્વારા તા. 1લી નવેમ્બર 2018 થી 31 માર્ચ 2023ના 5 વર્ષના ગાળાને સાંકળતી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલિસીની શરતો પ્રમાણે વીવીંગ, નીટિંગ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોએ રાજ્યસરકારની ટેક્સટાઇલ પોલિસી સિવાય અન્ય કોઈ પોલિસીનો લાભ લઇ શકશે નહીં. આજે જયારે આવનારા 10 વર્ષ માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી માટે ઉધોગો તરફથી મળેલી ભલામણો અંગે ચર્ચા થનારી છે. 

કેપિટલ સબસિડીનો લાભ પોલિસીમાં નથી 

રજૂઆતો છતાં 2019માં જાહેર થયેલી ટેક્સટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડીનો લાભ ટેક્સટાઇલને મળ્યો નથી. ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં કેપિટલ સબસિડીનો સમાવેશ છે પરંતુ વર્ષ 2019ની પોલિસીની શરતોને કારણે તેનો ટેક્સટાઇલ ઉદ્યોગકારોને મળી શકશે નહીં. જેના સ્પષ્ટિકરણની જરૂર છે. - આશિષ ગુજરાતી, પ્રમુખ, પાંડેસરા વીવીંગ સોસાયટી

અન્ય સમાચારો પણ છે...