દર્દી ફસાઈ ગયો:OPD બંધ થવાના સમયે દર્દી બાથરૂમમાં ગયો અને કર્મીએ તાળુ મારી દીધું

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિવિલની ઓપીડીમાં ફસાયેલો દર્દી - Divya Bhaskar
સિવિલની ઓપીડીમાં ફસાયેલો દર્દી
  • સિવિલના માનસિક રોગ વિભાગની ઘટના, દર્દીએ બુમાબુમ કરતાં ઓપીડીમાંથી બહાર કઢાયો હતો

સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગની ઓપીડીમાં શનિવારે બપોરે એક દર્દી ફસાઈ ગયો હતો. ઓપીડી બંધ થવાના સમયે જ દર્દી બાથરૂમમાં ગયો હતો દરમિયાન કર્મચારીએ ઓપીડીને બહારથી તાળુ મારી દીધું હતું.

યુવક અંદાજે અડધો કલાક સુધી ઓપીડીમાં ફસાયો
બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ ઓપીડીની જાળીને તાળુ જોઈ દર્દીએ બુમાબુમ કરી હતી. આખરે આરએમઓને જાણ થતા સિક્યુરીટીને મોકલી દર્દીને બહાર કાઢવામાં આવ્યો હતો. ચીમની ટેકરા વિસ્તારમાં રહેતો એક 27 વર્ષીય યુવક વ્યસન મુક્તીની સારવાર માટે સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગની ઓપીડીમાં આવ્યો હતો. ​​​​​​​શનિવારે બપોરે 1ઃ00 વાગ્યા બાદ ઓપીડી બંધ થઈ જાય છે. ત્યારે ઓપીડી બંધ થવાના સમયે જ આ યુવક ઓપીડીમાં બાથરૂમમાં ગયો હતો. તે સમયે જ ઓપીડી બંધ થઈ ગઈ હતી અને દર્દીઓ તેમજ તબીબી સ્ટાફ જતા રહેતા કર્મચારીએ ઓપીડીની જાળીને તાળુ મારી દીધું હતુ અને રવાના થઈ ગયો હતો.

આરએમઓને જાણ થતા સિક્યુરીટીને મોકલી દર્દીને બહાર કાઢયો
થોડો સમય બાદ યુવક બહાર નીકળતા ઓપીડીની જાળી લોક જોઈ ચોંકી ઉઠ્યો હતો. પોતે ઓપીડીમાં ફસાઈ ગયો હોવાની જાણ થતા તેણે બુમાબુમ શરૂ કરી હતી. દરમિયાન એક સિક્યુરીટી સ્ટાફની નજર પડતા આખરે આરએમઓને જાણ કરવામાં આવી હતી અને અંદાજે એક અડધો કલાક સુધી ઓપીડીમાં ફસાઈ ગયેલા યુવકને બહાર કાઢી ફરીથી લોક મારવામાં આવ્યું હતું.