તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Long Line At The Katargam Zone Office Of The Municipality To Get The Housing Form In Surat, Social Distance Was Not Maintained

લાઈનમાંથી રાહત ક્યારે?:સુરતમાં આવાસના ફોર્મ લેવા પાલિકાની કતારગામ ઝોન ઓફિસમાં લાંબી લાઈન લાગી, સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું

સુરતએક મહિનો પહેલા
કતારગામ ઝોન ઓફિસ ખાતે આજે સવારથી જ લાભાર્થીઓ ધસારો જોવા મળ્યો.
  • આવાસના ફોર્મ માટે બેંકની બહાર લાઈનમાં લાગ્યા બાદ હવે ઝોન ઓફિસમાં પણ એ જ સ્થિતિ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરત શહેરમાં આવાસ ફાળવવામાં આવનાર છે. જેના માટે લાભાર્થીઓએ ફોર્મ ભરવાનું ફરજિયાત છે. શરૂઆતના તબક્કામાં કોટક મહિન્દ્રા બેંકમાંથી આવાસ યોજના માટેના ફોર્મ લાભાર્થીઓને મળી રહ્યા હતા. પરંતુ ત્યાં લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વિવિધ ઝોન ઓફિસમાં પણ ફોર્મ વિતરણની વ્યવસ્થા કરી હતી. જોકે, ઝોન ઓફિસમાં પણ એ જ સ્થિતિ જોવા મળી હતી. કતારગામ ઝોન ઓફિસ ખાતે ફોર્મ લેવા લાંબી લાઈન લાગી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું.

લોકોનો ધસારો હવે ઝોન ઓફિસ ઉપર જોવા મળી રહ્યો છે
સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન ઓફિસ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના ફોર્મ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી. લોકોને આ અંગે માહિતી મળતાની સાથે જ ઝોન ઓફિસ ઉપર મોટી સંખ્યામાં ફોર્મ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. કોટક મહિન્દ્રા બેંકની બહાર જે રીતે લાંબી કતારો લાગતી એ જ રીતનો ઘસારો હવે ઝોન ઓફિસ ઉપર જોવા મળી રહ્યો છે. લોકો પ્રધાનમંત્રી આવાસ મળી જાય તેના માટે પ્રયાસના ભાગરૂપે ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે.

ફોર્મ લેવા માટે રીતસરની પડાપડી થતી જોવા મળી.
ફોર્મ લેવા માટે રીતસરની પડાપડી થતી જોવા મળી.

પ્રધાનમંત્રી આવાસના ફોર્મને લઈને પડાપડી
કતારગામ ઝોન ઓફિસ ખાતે આજે સવારથી જ લાભાર્થીઓ ધસારો જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી આવાસના ફોર્મને લઈને પડાપડી થઇ રહી છે. રોજના હજારોની સંખ્યામાં ફોર્મ વિતરણ થઇ રહ્યું છે. કતારગામ ઝોન ઓફિસ ખાતે જે રીતે લોકોના ટોળા ઉમટ્યા ત્યાં સ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળી હતી. કોરોના સંક્રમણની દહેશતમાં હજુ પણ જોવા મળી રહી છે ત્યારે કોર્પોરેશનની ઓફિસમાં જ આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે જે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે.

ફોર્મ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી.
ફોર્મ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી.

જાહેરાત મોટા ઉપાડે કરી પણ વ્યવસ્થા ન કરી શક્યા
કોર્પોરેશન દ્વારા તમામ ઝોન ઓફિસ ઉપર લોકોને સરળતાથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મળી રહે તેના માટેની વ્યવસ્થા કરવાની જાહેરાત મોટા ઉપાડે કરવામાં આવી હતી. લોકોને બેંકોની બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું ન પડે તેના માટે તેમને વ્યવસ્થા કરી હતી પરંતુ આ સ્થિતિ તેનાથી પણ બદતર જોવા મળી રહી છે. રોજના કેટલા ફોર્મ કયા ઓફિસેથી મળશે અને કેટલા લોકોને મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી તેના કારણે બેંક કરતાં પણ વધુ ભીડ ઝોન ઓફિસમાં જોવા મળી રહી છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફોર્મ વિતરણ માટેની અલાયદી એવી વ્યવસ્થા કરવી જોઈતી હતી કે જ્યાં લોકોને મુશ્કેલી ન થાય.