તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગાંધીજી રોકાયા હતા તે ઘરે તંત્રએ સાથિયા પૂર્યા, પણ આધુનિક દાંડી યાત્રીઓ ‘બાયપાસ’ નીકળી ગયા

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
યાત્રીઓના સ્વાગતની તૈયારી એળે ગઇ - Divya Bhaskar
યાત્રીઓના સ્વાગતની તૈયારી એળે ગઇ
 • ડિંડોલીના બ્રાહ્મણ ફળિયામાં 1930માં ગાંધીજી અડધો દિવસ રોકાયા હતા

ડિંડોલી ગામમાં બ્રાહ્મણ ફળિયામાં આ ઘરે દાંડી યાત્રા થઈ ત્યારે ગાંધીજી સવારે ચાલ્યા હતા. ત્યારપછી અહીં ઘરમાં બેસીને ચર્ચા કરી હતી. ત્યારબાદ ગામના પાદરે વડની નીચે એક સભા કરી હતી. અને બપોરનું ભોજન કરી વાંજ ગામ તરફ ગયા હતી. શુક્રવારે દાંડીયાત્રામાં આવેલા યાત્રિકો ડિંડોલીની ગામના પાદરે આવેલી પાલિકાની શાળામાં ઉતર્યા હતા. ત્યા ભોજન કરી આરામ કર્યો. પાંચ વાગ્યે સીધા બારોબાર વાંઝ તરફ નીકળી ગયા હતા. આજદિન સુધી યાત્રામાં આ મકાને યાત્રીઓ આવે છેે.

દાંડી યાત્રામાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જોડાયા હતા પણ ડિંડોલીના જે સ્થળે ગાંધીજીએ બપોરે વિશ્રામ કર્યો હતો ત્યાની મુલાકાત લીધી ન હતી.

ગુરુવારે દાંડીયાત્રા છાપરાભાઠાથી દાંડી રૂટ પર આગળ વધી
સુરત | અમદાવાદના સાબરમતી આશ્રમથી શરુ થયેલી અને શુક્રવારે સુરતના છાપરાભાઠાથી નીકળેલી દાંડી યાત્રામાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જોડાયા હતા પણ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દાંડીયાત્રામાં ગાંધીજીએ ડિંડોલીમાં જે સ્થળે મધ્યાહ્નન વિશ્રામ કર્યો હતો એ સ્થળની મુલાકાત લેવાનું ભૂલી ગયા હતા. ઉધના ત્રણ રસ્તેથી સર્કિટ હાઉસ પત્રકાર પરિષદ સંબોધવા પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો