તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર પર પ્રહાર:ઓલપાડમાં કોંગ્રેસના લોક દરબારમાં હાર્દિક પટેલે સરકાર પર ચાબખા વિંઝતા કહ્યું-'ભાજપને ચૂંટણી નજીક આવે એટલે નાત-જાત દેખાય છે'

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલે સભામાં ભાજપ સરકારની નીતિ રીતિની ટીકા કરી હતી. - Divya Bhaskar
હાર્દિક પટેલે સભામાં ભાજપ સરકારની નીતિ રીતિની ટીકા કરી હતી.
  • કોરોના મૃતકોને ન્યાય,ખેડૂતો અને બરોજગારીના મુદ્દે સરકારને ઘેરવામાં આવી

રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઓલપાડ ખાતે ખુટાઈ માતાજીના મંદિરના હોલમાં ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક દરબારમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ હાજર રહ્યાં હતાં. આ સભામાં હાર્દિક પટેલે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર પર તથા પ્રહારો કરતાં કહ્યું કે, એક પણ વાયદા પૂરા કરાયા નથી. ચૂંટણી નજીક આવે એટલે ભાજપને નાત જાત સિવાય કંઈ દેખાતું નથી.

કોંગ્રેસના લોક દરબારમાં સ્થાનિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યાં હતાં.
કોંગ્રેસના લોક દરબારમાં સ્થાનિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યાં હતાં.

લોકોના પ્રશ્નો સાંભળ્યા
ઓલપાડ તાલુકાના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા લોકો દ્વારા શિક્ષણ,સ્થાનિકોને રોજગારી, આરોગ્ય, જર્જરિત આવાસ બનાવવા,સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણ,ખેડૂતોને 24 કલાક વીજળી,સુડા આવાસ બનાવવા,ગ્રામ પંચાયતો દ્વારા તથા ભ્રષ્ટાચાર જેવી વિવિધ બાબતો ના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.હાર્દિકભાઈ પટેલ અને ઋત્વિકભાઈ મકવાણા દ્વારા સદર તમામ પ્રશ્નોની યોગ્ય જગ્યાએ રજૂઆત કરી નિરાકરણ લાવવાની ખાત્રી આપવામાં આવી હતી.

કોરોના મૃતકો માટે ન્યાયની માગ કરતાં સ્ટીકરો ચોંટાડવામાં આવ્યાં હતાં.
કોરોના મૃતકો માટે ન્યાયની માગ કરતાં સ્ટીકરો ચોંટાડવામાં આવ્યાં હતાં.

કોરોના મૃતકો માટે ન્યાયની માગ
લોક દરબારમાં મોટા પ્રમાણ માં ખેડૂતો,કૉંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.લોક દરબારમાં લોકો ના પ્રશ્નો સાંભર્યા બાદ કોવિડ-19 ન્યાય યાત્રાના અનુસંધાનમાં હાર્દિક પટેલ,ઋત્વિકભાઈ મકવાણા સહિતના આગેવાનો દ્વારા કોવિડ- 19 વાઇરસની મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર જનોને ઘરે જઈ મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી તથા કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવાર જનોને એન.ડી.આર.એફ.ની જોગવાઈ મુજબ 400000 રૂપિયાની સહાય મળે એ માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતાં.