કોરોનાની ત્રીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બીજી લહેરની સામે સંક્રમણ ફેલાવવાની ઝડપ 5 ગણી વધુ છે. સૌથી સારી વાત એ છે કે, બીજી લહેરના પિકની શરૂઆતના સમય દરમ્યાન શહેરમાં દૈનિક 750 કેસની સામે સત્તાવાર આંકડા મુજબ 8 ના મોત થતા હતા.
જેની સામે હવે ત્રીજી લહેરમાં દૈનિક 1578 કેસ સામે એેકેય મોત નથી. બીજી લહેરના શરૂઆતમાં સત્તાવાર મોતના આંકડા સામે વાસ્તવમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. શહેરના સ્મશાનોમાં અંતિમવિધિ માટે કલાકોનું વેઇટીંગ હતું.
આ સમયે એક્ટીવ કેસ 3500 હતા ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 600થી વધુ હતી. ઓક્સિજન, વેન્ટીલેટર, બાયપેપ પર દર્દીઓની સંખ્યાનો આંકડો ખૂબ જ વધારે હતો. જેની સામે હાલની સ્થિતિ ખૂબ જ સારી છે. 5411 એક્ટિવ કેસ સામે માત્ર 97 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 4 વેન્ટીલેટર, 8 ઓક્સિજન ઉપર અને 85ની હાલત સ્થિર છે. જ્યારે બાકીના 5314 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.