તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:મ્યુકોરમાઇકોસિસ બીમારીએ માથું ઉંચકતા સુરત સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરાયો, 14 દર્દીઓ સારવાર હેઠળ

સુરત4 મહિનો પહેલા
દર્દીઓને સારવારમાં અવગડતા ના પડે તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા.
  • બે હજારની ઇન્જેક્શનની ડિમાન્ડ સામે હોસ્પિટલને 250 જેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા

કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસની બીમારીના પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ ડોકટરોની ટીમ તૈયાર કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. બે હજારની ઇન્જેક્શનની ડિમાન્ડ સામે હોસ્પિટલને 250 જેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. મ્યુકોરમાઇકોસિસ બીમારીએ માથું ઉંચકતા નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરી ઓપરેશન થિયેટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મ્યુકોરમાઇકોસિસ બીમારીની સારવારનો ખર્ચ અંદાજીત દસ લાખથી વધુનો છે, જે સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ જ નહીં અશક્ય છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં આ સારવાર શરૂ કરાતા દર્દીઓને માટે મોટી રાહતના સમાચાર કહી શકાય છે.

મ્યુકોરમાઇકોસિસ બીમારીનું જોખમ વધ્યું
સુરતમાં કોરોનાની સાથે હવે મ્યુકોરમાઇકોસિસ બીમારીએ ઉઘડો લીધો છે. કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ બીમારીનું જોખમ થવાની સંભાવનાઓ કહી શકાય છે. જો એની સારવાર કરાવવા અન્ય શહેરોના દર્દીઓ હાલ સુરત આવી રહ્યા હોય એમ કહી શકાય છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ માટે ખાસ અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હાલ મ્યુકોરમાઇકોસિસના 14 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.

સ્ટીરોઇડના કારણે મ્યુકોરમાઇકોસિસ બીમારીનું જોખમ વધુ
સિવિલ હોસ્પિટલ દ્વારા આ બીમારીમાં ખૂબ ઉપયોગી એવા 2 હજાર ઇન્જેક્શનનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. જેની સામે માત્ર 250 જેટલા ઇન્જેક્શનની ફાળવણી થઈ છે. જોકે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે પ્રતિદિવસ ઇન્જેક્શનના જથ્થાની ફાળવણી કરવામાં આવશે. સ્ટીરોઇડના વધુ પડતા ડોઝના કારણે કોરોના દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ બીમારીનું જોખમ વધુ રહેલું છે. દર્દીઓને સારવારમાં અવગડતા ના પડે તે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલમાં હાલ મ્યુકોરમાઇકોસિસના 14 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.
સિવિલમાં હાલ મ્યુકોરમાઇકોસિસના 14 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.

સ્મીમેરમાં 30 બેડની હોસ્પિટલ તૈયાર
સ્મીમેર હોસ્પિટલ સતાધીશોએ જણાવ્યું હતું કે અમે પણ 30 બેડની હોસ્પિટલ તૈયાર કરી દીધી છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ અલાયદો કરી દેવાયો છે. હાલ અમારે ત્યાં આ બીમારીના 8 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જરૂર પડશે તો બીજા બેડ અને સ્ટાફની સુવિધાઓ પણ તાત્કાલિક ધોરણે કરી દેવાશે.

સ્મીમેર હોસ્પિટલ સતાધીશોએ જણાવ્યું હતું કે અમે પણ 30 બેડની હોસ્પિટલ તૈયાર કરી દીધી છે.
સ્મીમેર હોસ્પિટલ સતાધીશોએ જણાવ્યું હતું કે અમે પણ 30 બેડની હોસ્પિટલ તૈયાર કરી દીધી છે.

તાત્કાલિક સારવાર કરાવવી હિતાવહ
મ્યુકોરમાઇકોસિસ એક રીતે ઉધઈની માફક નાકની અંદરના હાડકાંને કોતરી ખાય છે. ફંગસ પ્રથમ તબક્કે નાકમાં, બીજા તબક્કે તાળવામાં, ત્રીજા તબક્કે આંખ અને ચોથા તબક્કે મગજ સુધી પહોંચે છે, અત્યારે ત્રીજા અને ચોથા તબક્કે ફંગસ પહોંચે ત્યારે દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે. કોરોનાથી સાજા થયેલા લોકોને આંખ અને નાકમાં દુખાવો થાય તો તાત્કાલિક સારવાર કરાવવી હિતાવહ છે. આ રોગમાં સારવાર માટે વહેલા પહોંચે તો તેવા દર્દીઓમાં મોતનું પ્રમાણ નહિવત્ છે.