તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ તૈયારી:સુરત એરપોર્ટ પર ભારે વરસાદમાં ફ્લાઈટ લપસી ન જાય તે માટે 100કિમીની ઝડપે કાર ચલાવી ટેસ્ટિંગ કરાયું

સુરત3 મહિનો પહેલા
એરપોર્ટના રનવે પર કાર દોડાવીને ચેકીંગ કરાયું હતું.
  • રનવે પર ફ્લાઇટના ટાયરનું રબર ચોટેલુ મળી આવતા રિમૂવલ મશીનથી દૂર કરાયું

સુરતમાં ધોધમાર વરસાદમાં કોઈ ફ્લાઇટ લપસી ન જાય તે માટે AAIએ સુરત એરપોર્ટના રનવેનું ફ્રિક્શન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 100 કિમીની ઝપડે વોલ્વો કારને દોડાવી રનવે પર ચોટેલા રબરનું ચેકિંગ કરાયું હતું. જો કે, ચેકિંગ સમયે રનવે પર રબર મળતા તાકિદે રિમૂવલ મશીનથી કાઢી નાખ્યું હતું.

વેસુ તરફના રનવે પર ચોટેલુ રબર મળી આવ્યું હતું
વેસુ તરફના રનવે પર ચોટેલુ રબર મળી આવ્યું હતું

રબર વધતા ફ્લાઈટ લપસવાના પ્રશ્નો ઉભા થતા હોય છે
એરપોર્ટના રનવે પર ઘણી ફ્લાઇટ લેન્ડ થતી હોય છે. જેથી ફ્લાઇટના ટાયર અને રનવે વચ્ચે ઘર્ષણ થાય છે અને તેને કારણે ફ્લાઇટના ટાયરના રબર ગરમ થઈને રનવે પર ચોટી જાય છે. તેવામાં આ ચોટેલા રબરનું પ્રમાણ વધી જાય તો ઘણી વખત ધોધમાર વરસાદમાં લેન્ડ થતી ફ્લાઇટ રનવે પરથી લપસી જતી હોય છે. આમ, આવી ઘટના નહીં બનવાની સાથે જાનહાની નહીં થાય તે માટે ચોટેલા રબરનું લેવલ જાણવા માટે એએઆઇ ફ્રિક્શન ટેસ્ટિંગ કરતી હોય છે.

ચેકિંગ બાદ કોઈ રબર મળી આવે તો રિમૂવલ મશીનથી તેને દૂર કરાય છે
ચેકિંગ બાદ કોઈ રબર મળી આવે તો રિમૂવલ મશીનથી તેને દૂર કરાય છે

આ રીતે ફ્રિકશન ટેસ્ટ થાય
ફ્રિક્શન ટેસ્ટિંગમાં એએઆઇની પીળા રંગની વોલ્વો કાર હોય છે. જેને સ્પેશ્યિલ ડ્રાઇવરો 100 કિમી સુધીની ઝડપે રનવે પર દોડાવતા હોય છે. આ વોલ્વો કારમાં એક મશીન પણ હોય છે. જે રનવેને અડે છે અને તેની પર ચોટેલા રબરનું પ્રમાણ દેખાડે છે. ચેકિંગ બાદ કોઈ રબર મળી આવે તો રિમૂવલ મશીનથી તેને દૂર કરાય છે. રવિવારે એએઆઇએ સુરત એરપોર્ટના રનવેનું ફ્રિક્શન ટેસ્ટિંગ કરયું હતું. જેમાં વોલ્વો કારને રનવે પર 16 વખત 60થી 100 કિમી સુધીની સ્પીડે દોડાવી હતી. તેવામાં જ વેસુ તરફના રનવે પર ચોટેલુ રબર મળી આવ્યું હતું. જેને રિમૂવલ મશીનથી દૂર કરી દેવાયું છે. જેથી હવે ચોમાસામાં ધોધમાર વરસાદમાં ફ્લાઇટ લેન્ડ થતી સમયે રનવે પરથી લપસી જશે નહીં. અહીં વાત એવી હતી કે બે વર્ષ પહેલા સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટની ભોપાલની ફ્લાઇટ રનવે લપસી ગઈ હતી.