ચેકિંગ:સુરત એરપોર્ટ પર વકીલની બેગ બદલાતા દારૂની બોટલો મળી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ સિટીલાઈટના આર્ટિસ્ટ મેનેજરનો નીકળ્યો

સુરત એરપોર્ટ પર સોમવારે મોડી રાત્રે ગોવાથી સુરત આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ભરૂચના વકીલની બેગ બદલાઈ ગઈ હતી. આથી વકીલે તેમના જેવી બીજી બેગ લીધી હતી. પોલીસે તે બેગનું ચેકિંગ કરતા તેમાંથી દારૂની 3 બોટલો મળી હતી. પછી બેગ પર લખેલા પીએનઆર નંબરના આધારે પેસેન્જરનો સંપર્ક કર્યો હતો. પેસેન્જરની બેગમાંથી દારૂની બોટલો મળી હોવા છતાં પેસેન્જરે આવીને વકીલ સાથે માથાકૂટ કરી હતી. આથી સુરત એરપોર્ટ પોલીસના પીઆઈ એમ.એમ.પુવારે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. જેથી ડુમસ પોલીસે આવી દારૂ લઈને આવેલા પેસેન્જરને પકડી પોલીસ સ્ટેશને લઈ આવી હતી. ડુમસ પોલીસે જાતે ફરિયાદી બનીને પેસેન્જર કુશ અનિલ અસીજા(23)(રહે,ચંદન પાર્ક સોસા,સિટીલાઇટ)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

વધુમાં આરોપી કુશ અસીજા આર્ટિસ્ટ મેનેજર છે અને તે ગોવા ફરવા માટે ગયો હતો, ત્યાંથી મોંઘીદાટ દારૂની બોટલો ફ્લાઇટમાં લઈને આવ્યો હતો. વકીલની બેગ બદલાઈ જવાને કારણે પેસેન્જર કુશનો દારૂનો મામલો સામે આવ્યો હતો. ગોવાથી આવતી ફલાઇટમાં કેટલાક પેસેન્જરો દારૂ લાવતા હોવાની પણ આશંકા છે. ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં એરપોર્ટ પોલીસ પેસેન્જરોના સામાનની કડક હાથે ચેકિંગ કરે તો દારૂ આવતો બંધ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...