સારવાર:સુરતના સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસમાં કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ વિહાર શરૂ કર્યું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૈન સાધુ ભગવંતોએ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે - Divya Bhaskar
જૈન સાધુ ભગવંતોએ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે
  • પાલિતાણાના બે સગા જૈન મહારાજ ભાઈઓ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો

સુરતના અડાજણ ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત જૈન સમાજના સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં પાલિતાણાના ૫૫ વર્ષિય જૈનાચાર્ય અને તેમના સગા મુનિ ભાઈ તથા ૫૬ વર્ષિય સંસારીભાઈ નરેશભાઈએ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે. કોરોનાને મ્હાત આપી જૈન મુનિઓએ વિહાર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં સારવાર લઈ ગુરૂ ભગવંતો સહિત 10 વર્ષની દીકરીથી લઈને 90 વર્ષના વૃદ્ધા સહિત 17 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

કોરોનાને હરાવીને વિહાર પણ શરૂ કરી દીધા હતાં.
કોરોનાને હરાવીને વિહાર પણ શરૂ કરી દીધા હતાં.

પાલિતાણામાં સંક્રમિત થયા હતા
આત્મવલ્લભ સમુદાયના મૂળ થરાદ ગામના અને અદાણી પરિવારના 41 વર્ષનો દિક્ષાપર્યાય ધરાવતા 55 વર્ષિય ૫.પૂ. આચાર્ય ભગવંત જિનરત્નસૂરીશ્વરજી મ.સા., પર વર્ષિય મુનિરાજ વિરાગરત્ન વિ.મ.સા. તથા તેઓના 56 વર્ષિય સંસારીભાઈ નરેશભાઈ સહિત ત્રણેય ભાઈઓ કોરોના સંક્રમિત થયા હતા. સૌરાષ્ટ્રના પાલિતાણામાં છેલ્લાં બે વર્ષથી બિરાજમાન અને ડાયાબીટીસ તેમજ બ્લડપ્રેશરની બિમારી ધરાવતા ગુરૂ ભગવંતો સુરત ખાતે 15 દિવસ અગાઉ સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયાં હતાં.જૈનાચાર્ય વિજય જિનરત્નસૂરીશ્વરજી મહારાજ, તેમના નાના ભાઈ વિરાગજિનરત્નસૂરીશ્વરજી ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આ દરમિયાન બંને જૈન મહારાજશ્રીઓ કોરોના સંક્રમિત થયાં હતાં,

કોવિડ કેર સેન્ટરમાં સાધુ ભગવંતોને કોરોનામુક્ત થતા વિદાય અપાઈ હતી.
કોવિડ કેર સેન્ટરમાં સાધુ ભગવંતોને કોરોનામુક્ત થતા વિદાય અપાઈ હતી.

125 બેડની સુવિધા
સંસ્થાના સંચાલકો નિરવ શાહ, કેતન મહેતા અને ચંપક ધરૂએ ગુરૂભગવંતો પાસે દેશમાંથી કોરોના મહામારી ઝડપથી દૂર થાય તેવા આશીર્વાદ મેળવ્યા હતાં. અને ગુરૂભગવંતોની સેવા કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. નોંધનીય છે કે, સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવભાઈ શાહની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજના સહયોગથી જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (JIO) સંચાલિત 125 બેડનું ઓક્સિજન સુવિધા સાથેનું સંપ્રતિ કોવિડ આઈસોલેશન સેન્ટર, દિવાળી બાગ, અડાજણ, સુરત ખાતે દર્દીઓની સેવામાં કાર્યરત છે. જેમાં કોવિડ દર્દીઓની સારવારની સાથોસાથ પ્રભુદર્શન, વાઈફાઈ, આધ્યાત્મિકતા, ભક્તિમય વાતાવરણ અને ઉત્તમ સેવા-સારવારની સુવિધાને કારણે દર્દીઓની શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થતા મજબૂત બની રહી છે .