તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીચકારા CCTV:સુરતના હજીરામાં મધરાત્રે કન્ટેનરે ગાયને અડફેટે લઈને પાછલા વ્હિલમાં કિલોમીટર સુધી ઘસડી ગયો

સુરત22 દિવસ પહેલા
ગાયને કચડી ઘસડી જનાર ટ્રકના સમગ્ર દ્રશ્યો CCTVમાં કેદ થયાં હતાં.
  • એક્સિડન્ટના વીડિયો સામે આવતાં ગૌરક્ષકોમાં રોષની લાગણી પેદા થઈ

સુરતના હજીરાના મોરાગામ નજીક મધરાત્રે એક કન્ટેનરે ગાયને અડફેટે લઈ કિલો મીટર સુધી ઘસડીને લઈ ગયો હોવાનો CCTV સામે આવ્યાં છે. ગાયની સાથે થયેલા એક્સિડન્ટના હિંચકારા દ્રશ્યોથી ગૌ રક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. આ ઘટના વારંવાર બનતી હોવાનું અને ભારે લોડેડ વાહનો બેફામ બન્યા હોવાનું ગામવાસીઓએ જણાવ્યું છે.સાથે જ એક્સિ઼ડન્ટ સર્જનાર કન્ટેનર ચાલક સામે આકરા પગલાં લેવાની પણ માગ કરવામાં આવી છે.

કન્ટેનરના પાછળના વ્હિલમાં ગાય ફસાઈ હોવા છતાં ચાલકે ટ્રક ઉભી રાખી નહોતી.
કન્ટેનરના પાછળના વ્હિલમાં ગાય ફસાઈ હોવા છતાં ચાલકે ટ્રક ઉભી રાખી નહોતી.

બેફામ વાહનચાલકોની બેજવાબદારીથી એક્સિડન્ટ
સફીભાઈ આહીરએ જણાવ્યું હતું કે, સોમવારની રાત્રે મોરાગામ નજીક એક કન્ટેનરના ચાલકે ગાયને અડફેટે લઈ કચડી નાખવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટનામાં મુંગા પશુ એવી ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપ્યું છે. હજીરા વિસ્તારમાં 1 વર્ષથી આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ટ્રક-ટ્રેલરો દ્વારા રોડ ઉપર બેસતી ગાયોને ધ્યાન બહાર રાખી વાહનો ચલાવવામાં આવે છે. જેને લઈ મુગા પશુઓ અડફેટે ચઢીને મોતને ભેટે છે.આ બાબતે ગૌ સમિતિના પ્રમુખ તરીકે મેં અગાઉ પણ જે તે ટ્રાન્સપોર્ટરોને રજૂઆત કરી છે. તેમછતાં મોરાથી જે ભારે વાહનો પસાર થાય છે, અને તેના ચાલકો (ડ્રાઈવર) પણ પોતાની મરજીથી બેફામ વાહનો ચલાવતા હોય છે.

રસ્તો ગાયના લોહીથી ખરડાયો હતો.
રસ્તો ગાયના લોહીથી ખરડાયો હતો.

સ્પીડ ઘટે તો એક્સિડન્ટ ઓછા થાય-સ્થાનિકો
મોરા ગામના ગૌ રક્ષક શશીભાઈ દ્વારા હજીરા વિસ્તારના ટ્રાન્ન્સપોર્ટરોને વિનંતી કરે છે કે, હજીરા વિસ્તારના ટ્રેલરો, ડમ્પરની સ્પીડ પર કાબૂ રાખવામાં આવે. જેથી પશુઓ જ નહીં પણ નાના વાહનો પર પસાર થતા વાહન ચાલકોનો પણ જીવ બચાવી શકાય. આગામી દિવસમાં ગાય માતા ઉપર ટ્રેલરો, કે ડમ્પરના ચાલકો ગમે તેમ વાહનો ચલાવશે તો ગૌ રક્ષક સમિતિ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું ગૌ સમિતિના પ્રમુખે જણાવ્યું છે.

ગૌ રક્ષકોએ ગાયના મૃતદેહની અંતિમ વિધી કરી હતી.
ગૌ રક્ષકોએ ગાયના મૃતદેહની અંતિમ વિધી કરી હતી.

હીચકારા દ્રશ્યો સામે આવ્યાં
ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, મોરાગામ ચાર રસ્તા પાસે બનેલી ઘટના સીસીટીવી કેમરામાં કેદ થયા બાદ કહી શકાય છે કે, અકસ્માત બાદ ટ્રેલર કમ કન્ટેનરનો ચાલક ગાયને કિલો મીટર દૂર સુધી ખેંચી જાય છે એ ઘટનાને વખોડી કાઢવામાં આવે છે.એક્સિડન્ટ સર્જનાર સામે પગલા લેવાની પણ માગ કરીએ છીએ.