તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મગદલ્લા એેલ એન્ડ ટી કંપનીના ગેસ્ટ હાઉસમાં યુવકે ચપ્પુ વડે પોતાનું ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સિવિલમાં ખસેડાયો હતો. યુવકે તેના મામાને કોઈ તેની પાસે આવું કરાવી રહ્યું હોવાનું કહેતા માનસિક બીમારીના કારણે પગલું ભર્યુ હોવાની શક્યતા વ્યકત કરાઈ છે.
મગદલ્લા ઓએનજીસી કોલોની સામે એલ એન્ડ ટી ગેસ્ટ હાઉસમાં રહેતો દિપક દિવાકર બહેરા(22) ગેસ્ટ હાઉસના કિચનમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. રવિવારે રાત્રે 10 વાગ્યે તેણે ગેસ્ટ હાઉસના કિચનમાં ચપ્પુ વડે પોતાનું ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેના મામા અજીત બહેરા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં હાલ તે બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. દિપકના મામા અજીતભાઈએ જણાવ્યું હતું કે, તેની પાસે કોઈ આવું કરાવી રહ્યું હોવાનું દિપકે જણાવ્યું હતું. જેથી માનસિક બિમારીના કારણે તેણે આવું કર્યુ હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.