તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • At Dindoli In Surat, A Builder Gave A Shop Worth Rs 34 Lakh For Pottery And Excavation And Cheated Others By Documenting It.

છેતરપિંડી:સુરતના ડિંડોલી ખાતે બિલ્ડરે માટીકામ, ખોદકામ કરાવવાના 34 લાખની દુકાન આપી બીજાને દસ્તાવેજ કરી દઈ ઠગાઈ કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • કામ કરનારે સાત વર્ષ બાદ બિલ્ડર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

ડિંડોલી ખાતે ચાલતા માર્ક પોઇન્ટ પ્રોજેક્ટ તથા મંગલમ પાર્ક પ્રોજેક્ટમાં માટીકામ, ખોદકામ અને પૂરાણ કામ કરાવી રૂપિયાની અવેજમાં દુકાન આપી હતી. જો કે, અપાયેલી દુકાન બિલ્ડરે જ બીજાને દસ્તાવેજ સાથે વેચી મારી ઠગાઈ કરી હતી. જેની જાણ થતાં માટી સપ્લાય કરનારને બિલ્ડરે સમાધાન પેટે દેના બેન્કના બંધ ખાતાના ચેક આપી રિટર્ન કરાવ્યા હતાં. જેથી લગભગ 7 વર્ષ બાદ માટી સપ્લાય કરનારે ન્યાય માટે ડીંડોલી પોલીસના દ્વાર ખખડાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

2012માં કામ કરાવેલું
બચુભાઇ નારાજી સુંદરજી જાતે-વણજારા ઉ.વ. 50 ધંધો-વેપાર (રહે.131 વણજારા વાસ તાપી કિનારે સિંગણપોર-ડભોલી) એ જણાવ્યું હતું કે, તેઓ મૂળ ગામ-ચાંદરેલીયા તા.મુળી જી.સુરેન્દ્રનગરના રહેવાસી છે. છેલ્લા ઘણા વર્ષો થી કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી સપ્લાય, ખોદકામ, સહિતના વેપાર સાથે સંકળાયેલા છે. વર્ષ 2012 માં તેમને સુરતના બિલ્ડર (1) રવિ ઉર્ફે લાલુ રજનીકાંત દેસાઈ (રહે. 20 સંકલ્પ બંગ્લોઝ સેન્ટ ઝેવિયર્સ સ્કુલની પાછળ ઘોડદોડ રોડ સુરત) (2) રજનીકાંત અંબેલાલ દેસાઈ (રહે.20 સંકલ્પ બંગ્લોઝ સેન્ટ ઝેવિયર્સ સ્કુલની પાછળ ઘોડદોડ રોડ સુરત) (3) કિર્તીકુમાર રસીકલાલ શાહ (રહે.8/1713 ડેપ્યુટીનો ખાંચો ગોપીપુરા) ના કહેવા પર ખરવાસા ડીંડોલી રોડ માર્ક પોઈન્ટ સહિતની કેટલીક કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી સપ્લાય, ખોદકામ સહિતના લગભગ 34 લાખના કામો કર્યા હતા. જેના બદલામાં બિલ્ડરે દુકાન આપી હતી. જોકે 12 મહિના બાદ મારા કબ્જાની દુકાન બીજાને દસ્તાવેજ બનાવી વેચી દેવાઈ હોવાનું સામે આવ્યું હતું.

રૂપિયા ન આપીને ધમકી આપી
પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાની જાણ થતાં જ તેમણે બિલ્ડરને ફોન કરતા તેમને ઓફિસ પર બોલાવી 3 મહિના પછીના ચેક આપ્યાં હતા. ત્યારબાદ 24 લાખના એ ચેક રિટર્ન થતા ફરી વકીલના માર્ગદર્શન બાદ કોર્ટમાં કરાર કરી બીજા ચેક લીધા હતાં. જોકે એ પણ રિટર્ન થતા હવે ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવતા પોલીસે રૂપિયા 34 લાખની બાકી નીકળતી રકમને લઈ ગાળો આપી માર મારવાની ધમકી આપનાર રજનીકાંત અંબેલાલ દેસાઇ, રવિ ઉર્ફે લાલુ રજનીકાંત દેસાઇ, કિર્તીકુમાર રસીકભાઇ શાહ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.