ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત અને કાંઠા વિભાગ સાતત્ય વિકાસ સમિતિના સંયુક્ત ઉપક્રમે ચોર્યાસી તાલુકાના દામકા ખાતે કોમ્યુનિટી હોલમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભટલાઇ, વાંસવા, દામકા, સુવાલી, જુનાગામના 90 જેટલા ખેડૂતો જોડાયા હતાં.બીજી તરફ સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 10મી જૂનના રોજ સસ્પેન્સ થ્રિલર નાટક કતલ કિનખાબીનુ પ્રીમિયર યોજાશે.
ખેડૂતોને માર્ગદર્શન અપાયુ
વૈજ્ઞાનિક અને કેવિકેના વડા ડો. જે.એચ.રાઠોડે પર્યાવરણમાં થતાં ફેરફારો, સ્વચ્છતા ઝુંબેશ વિષે સમજ આપી પ્રાકૃત્તિક કૃષિ અપનાવવા હાંકલ કરી હતી. કાંઠા વિભાગ સાતત્ય વિકાસ સમિતિના મનોજભાઇ પટેલે પર્યાવરણને બચાવવાના ઉત્તમ માર્ગ તરીકે વૃક્ષારોપણ પર ભાર મૂક્યો હતો. કેવીકેના વૈજ્ઞાનિક પ્રો. ગીતા ભીમાણીએ પર્યાવરણમા થતા ફેરફારને કારણે જમીન, હવા અને સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન અને વિશે માર્ગદર્શન આપ્યું હતું.
દાદાને કોરોનામાં ગુમાવતા નાટક બનાવ્યું
કતલ કીનખાબી એક ડિટેક્ટીવની વાર્તાને અનુસરે છે. જે એક મેળાવડા દરમિયાન કુટુંબના વડાના મૃત્યુની તપાસ કરે છે.પંકજ પાઠકજીએ નાટકનું લેખન અને દિગ્દર્શન કર્યું છે.પવન ઘાસવાલાએ જણાવ્યું હતું કે, "હું મારા દાદાને ખૂબ જ વહાલો હતો અને કોવિડ દરમિયાન અમે તેમને ગુમાવ્યા ત્યારે હું બરબાદ થઈ ગયો હતો. મારા દુ:ખને દૂર કરવામાં મને બે વર્ષ લાગ્યા અને પછી મેં નક્કી કર્યું કે, હું વધુ ને વધુ નાટકો બનાવીશ અને એવા લોકોને તક આપીશ. જેઓ કલાકાર બનવાની ઈચ્છા ધરાવે છે. આ તે મારા દાદાની મારી શ્રદ્ધાંજલિ હશે, જેમણે પોતાનું આખું જીવન "સ્ટેજ" માટે આપી દીધું, એવા વસંત ઘાસવાલાને હું નત મસ્તકે વંદન કરી પુણ્ય સ્મરણ કરું છું. હું અહીં અટકવાનો નથી, વધુ નાટકો બનાવીને લોકોને રોજગારી આપીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.