તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ નર્સિસ દિવસે જ વિરોધ:સુરતમાં નર્સિસે કાળી રીબીન પહેરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો, દર્દીઓની સેવા ન ખોરવાય તેની કાળજી રાખી

સુરત3 મહિનો પહેલા
કાળી રીબીન પહેરી કામગીરી સાથે વિરોધ નોંધાવ્યો.
 • 17 મે સુધી કાળી પટ્ટી ધારણ કરી નર્સિસ ફરજો યથાવત ચાલુ રાખશે

યુનાઈટડ નર્સિસ ફોરમના રાજ્યભરના દરેક જિલ્લા પ્રતિનિધિઓની એક સંયુક્ત બેઠક અમદાવાદ ખાતે મળી હતી. છેલ્લા એક વર્ષથી કોવિડમાં પોતાની અને પરિવારની ચિંતા વગર તણાવપૂર્ણ વાતાવરણમાં સંક્રમણનો ભોગ બની પણ નર્સિસ ફરજાવતા અને ઘણા નર્સિસ સ્ટાફ શહીદ પણ થયા છે. દીપકમલ વ્યાસ (પ્રમુખ, યુનાઇટેડ નર્સિંગ ફોરમ)એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને આજદીન સુધી અનેક રજુઆતો બાદ પણ નર્સિસ પ્રત્યે સતત ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવવાને પરિણામે પરિચારિકાઓને ના છુટકે આંદોલનનું શસ્ત્ર ઉપાડવા મજબુર બન્યા છે. આજથી 12 મે 2016 આંતરરાષ્ટ્રીય નર્સિસ ડેના રોજ તમામ પરિચારિકાઓ કાળી રીબીન પહેરી કામ સાથે સરકારની નીતિઓનો વિરોધ કરવા મજબુર બની છે.

એક દિવસ માટે પ્રતીક હડતાળની ચીમકી
નર્સિસે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નર્સિસની માંગ ન સંતોષવાને કારણે વ્યથિત નર્સ પરીવાર આગામી 12-5-2021 ઇન્ટરનેશનલ નર્સિસ ડેના રોજ માત્ર એક દિવસ કાળી પટ્ટી ધારણ કરી દર્દીની સેવા ન ખોરવાય તેની કાળજી રાખી દરેક હોસ્પિટલ ખાતે ધરણાં પ્રદર્શન યોજી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. યુનિફોર્મ કે પીપીઈ કીટ પર ફરજ બજાવશે તેમજ 17-5-2021 સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજો યથાવત ચાલુ રાખશે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો રાજયની સમગ્ર હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજો બજાવતા નર્સિસ તા 18મીથી પોતાની ફરજોનો બહિષ્કાર કરી એક દિવસ માટે પ્રતીક હડતાળ કરશે. રાજ્યના દરેક જિલ્લા ખાતેની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજો બજાવતા નર્સિસ સરકારની આ શોષિત નીતિનો સામુહિક રીતે આ આંદોલન કાર્યક્રમમાં જોડાઈ વિરોધ કરશે.

સિવિલ હોસ્પિટલમાં નર્સિસે ધરણાં પણ કર્યાં.
સિવિલ હોસ્પિટલમાં નર્સિસે ધરણાં પણ કર્યાં.

કોવિડ-19 હોસ્પિટલમાં નર્સિસ દ્વારા કેક કાપી ઉજવણી કરાઈ
સુરત આજે વિશ્વ નર્સીસ ડે નિમિતે કોવિડ-19 હોસ્પિટલમાં કેક કાપી ઉજવણી કરાઈ હતી. કોરોના કાળમાં સતત દર્દીઓની સારવાર કરી રહેલા નર્સોનું સન્માન કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર ડોકટર ઓમકાર ચૌધરી , ડોકટર લક્ષણ અને ડોકટર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. નર્સિસ દ્વારા કેક કાપી ઉજવણી કરી હતી.

કોવિડ હોસ્પિટલમાં નર્સિસનું સન્માન કરાયું.
કોવિડ હોસ્પિટલમાં નર્સિસનું સન્માન કરાયું.

માગણીઓ

 • ગ્રેડ પે રૂ 4200/- અને ખાસ ભથ્થાઓ રૂ.9600/માસ ચુકવાય.
 • નર્સિસની આઉટસોર્સિંગ ભરતી બંધ કરી રૂ.35000/ માસ પગાર ચુકવણી થાય.
 • નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન રૂ 15000/માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમા (બેઝિક બીએસ) ફાઈનલ ઇયરમાં ઇન્ટર્નશીપ દરમિયાન રૂ.18000/માસ ચુકવાય.
 • નર્સિસને બે જ ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની માફક 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર આપવામાં આવે.
 • રાજ્યમાં નર્સિસની ખાલી લગભગ 4000 જેટલી જગ્યા તાત્કાલીક ધોરણે કોઈપણ વ્યવસ્થા થકી ભરીને હાલની અછત દુર કરાય.
 • નર્સિસને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલ રજાઓનુ વળતર અપાય અથવા કરવાના હુકમો થાય.
 • ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સિસને પણ તમામ ભથ્થા સમાન દરે ચુકવાય અને આગામી મંજુર થનાર ભથ્થાનો સમાન લાભ અપાય.
 • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોરોના ફરજોમાં શહીદ થયેલ નર્સિસના બાકી કેસનો સત્વરે નિકાલ થાય અને આ યોજના પુનઃ શરૂ કરાય.
 • વર્ષ 2005માં નિમણુંક મેળવી કાયી થયેલ નર્સિસને વહીવટી કારણોસર થયેલ અન્યાય દુર કરાય.
 • નર્સે પ્રેકર્ટીશનર ઈન મિડવાઇફરી કરેલ ઉમેદવારોને નિયમ મુજબ પ્રસ્થાપિત થયેલ હોદ્દા અને પગારમાં કાયમી નિમણુક અપાય, રાજ્યમા ઈન્ડીપેન્ડન્ટ નર્સિંગ ડીરેકટોરેટ (નર્સિંગ સેલ) સ્થપાય.
 • નર્સિસની છેલ્લા બે વર્ષથી અટકેલ બઢતી અને બદલી જલ્દીથી થાય.
 • રાજ્યની નર્સિંગ સ્કુલ અને કોલેજોમાં પ્રિન્સીપાલ અને નર્સિંગ.
 • શિક્ષકોની કાયમી ભરતી થાય તેમજ માસ્ટર ડિગ્રી અને લાયકાત તેમજ અનુભવ ધરાવતા શિક્ષકોને વર્ગ ર ની ખાલી જગ્યાઓ પર સમાવવામાં ઝડપી કાર્યવાહી થાય ઉપરાંત કેન્દ્રના ધોરણે નોમેનકલેયર.
 • વર્ષ દરમિયાન ઓછામાં ઓછાં 14 હોસ્પિટલ હોલી ડે, ઊચ્ચ અભ્યાસ હેતુ પ્રતીનિયુક્તિ તેમજ સીએચી અને પીએચસી પર ફરજો બજાવતા નર્સિસનું શોષણ બંધ થાય જેવી અનેક પડતર રજુઆતનો ઉકેલ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ વ્યાપક પ્રમાણમાં ઉઠી છે.