બિઝનેસ:સિટેક્સ એક્સ્પોમાં રૂ. 300 કરોડની ટેક્સટાઈલ મશીનરીના ઓર્ડર મળ્યાં

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છ મહિનામાં 1800 કરોડથી વધુના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– 2023’નું આયોજન કરવામાં આવ્યુ હતું, આ એક્સપો સોમવારના રોજ પૂર્ણ થયો છે. એક્સપોમાંથી સ્થળ પર જ 300 કરોડથી વધારેની ટેક્ષટાઈલ મશીનરીના ઓર્ડર બુક થઈ ગયા હતાં, જ્યારે આગામી 6 મહિનામાં મશીનરીઓના રૂપિયા 1800 કરોડથી વધુનું કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ થશે. જ્યારે 3 દિવસના એક્સ્પોમાં 25 હજાર લોકોએ આ એક્સ્પોની મુલાકાત લીધી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કહ્યુ હતું કે, ‘સીટેક્ષ એકઝીબીશનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓની સાથે સાથે યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના અને જર્મની વિગેરે દેશોમાં બનેલી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરસાણા સ્થિત એસી ડોમ ઉપરાંત બહારની જગ્યામાં અલગથી એક ડોમ બનાવીને એકઝીબીટર્સોને સમાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે 6861, બીજા દિવસે 10417 અને આજે ત્રીજા દિવસે 7824 મળી કુલ 25102 બાયર્સ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા.

બાયર્સો સાથે વન ટુ વન મિટિંગો કરાઈ
આ એક્ઝિબિશનમાં પાર્ટીસિપેટ કરનારા એક્ઝિબિટર્સને 80 ટકા નવા બાયર્સ પણ મળ્યાં હતાં. દેશના વિવિધ ખૂણેથી તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાંગ્લાદેશ, બેલ્જીયમ, જાપાન અને જર્મનીથી આવેલા બાયર્સો સાથે એક્ઝિબિટર્સોએ વન ટુ વન મિટીંગો કરી હતી. સીટેક્ષની મુલાકાતે આવેલા તામિલનાડુના ડેલીગેશને પણ એક્ઝિબિટર્સને ઓર્ડર્સ આપ્યા હતા, આથી એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા 300 કરોડની કિંમતની મશીનરીઓના ઓર્ડર મળ્યાં હતાં. આ એક્ષ્પો થકી ટેક્ષ્ટાઇલ મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી છ મહિનામાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓમાં આશરે રૂપિયા 1800 કરોડથી વધુના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થશે.’

અન્ય સમાચારો પણ છે...