તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:3 વર્ષે ડાબો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય થયો, 35 વર્ષે વૈશાલીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવ્યું

સુરત6 મહિનો પહેલાલેખક: પ્રેમ મિશ્રા
  • કૉપી લિંક

3 વર્ષની ઉંમરે રાત્રે અચાનક તાવ આવ્યા બાદ પોલિયોથી સંપૂર્ણપણે નિષ્ક્રિય થયેલા ડાબા હાથ હોવા છતાં પણ હાર માન્યા વગર સંઘર્ષ જારી રાખી સુરતની 35 વર્ષીય વૈશાલીએ 27 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન દુબઈ ખાતે યોજાનારી થર્ડ ફાજા પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવ્યું છે. તે ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

વૈશાલી 2018માં પણ આ ટુર્નામેન્ટમાં રમી ચુકી છે. એ ક્વોર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. ગાંધીનગરની અર્જુન એવોર્ડ વિજેતા પારુલ પરમાર પણ રમવા જશે. 35 વર્ષની વૈશાલી DGVCL સુરતમાં સિ.આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. એમને 5 વર્ષની દીકરી પણ છે.

DGVCLમાં આસિસ્ટન્ટ મેનેજર વૈશાલી 4 નેશનલ મેડલ જીતી ચુકી છે​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​
હું ત્રણ વર્ષની હતી ત્યારે મને તાવ આવ્યો હતો. ત્યારબાદ ખબર પડી કે પોલીયોને લીધે મારો ડાબો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયો છે. ત્યારે મને કઈંક સમજાયું નહીં પણ પરિવારના લોકોને ખૂબ જ દુખ થયું કે હવે દીકરીનું શું થશે. હું મોટી થઈ મને સમજાઈ ગયું કે મેં શું ગુમાવ્યો છે. પરિવારે સપોર્ટ કરતા હિંમત આવી અને પછી તો ક્યારેય વિચાર પણ ન આવ્યો કે હું હેન્ડિકેપ છું. સ્કૂલ, કોલેજ સુધી રેંકર હતી. માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં હું ગોલ્ડ મેડાલિસ્ટ હતી. 2010માં જોબ લાગી ત્યારે મેદાનમાં લોકોને રમતા જોવા જતી.

એક દિવસ એક ભાઈએ પૂછ્યું કે તું અહીં રોજ કેમ આવે છે. તો મેં કીધું કે મને રમવું છે પણ મારો એક હાથ બરાબર નથી અને મને કશું આવડતું પણ નથી. જેથી એમણે કીધું કે હું તને શીખવાડીશ. પછી મેં નવસારીમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી. લગ્ન બાદ સુરતમાં આવી. નોર્મલ ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં પણ હું સ્ટેટ સુધી રમી ચુકી છું. મારા માટે સૌથી ટફ એ છે કે, બીજા જે પણ ખેલાડીઓ આવે છે તેમાંથી મોટા ભાગના ખેલાડીઓ આંશિક હેન્ડિકેપ હોય છે. પણ મારો ડાબો હાથ તો સંપૂર્ણ નિષ્ક્રિય છે. જેથી મને વધારે એફર્ટ નાંખવાની હોય છે. ઓફિસ, 5 વર્ષની બાળકીની સાથે સાથે બેડમિન્ટનને પણ પૂરેપૂરો સમય આપું છું. ઓફિસ અને પરિવારના સારા સપોર્ટને લીધે હું અહીં સુધી પહોંચી છું. - વૈશાલી પટેલ, પેરાબેડમિન્ટન ખેલાડી

અન્ય સમાચારો પણ છે...