તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક રહેવાની શક્યતાના પગલે સુરત પીડીયાટ્રીક એસોસિએશન સજાગ, ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી

સુરત4 મહિનો પહેલા
ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતાના પગલે તંત્ર સાથે તૈયારીઓ શરૂ કરવામાં આવી.
  • ત્રીજી લહેર આવે તો કંઈ કંઈ સારવાર અપાશે તેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે

દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. બીજી લહેર ખુબ જ ઘાતક પણ નીવડી છે. કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને સુરત શહેરમાં 2 હજાર ઉપર પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા. પરંતુ હવે ત્રીજી લહેર આવવાની વાત સામે આવી રહી છે અને આ ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેર શું બાળકો માટે ઘાતક સાબિત થઇ શકે છે કે કેમ ? તે એક મોટો સવાલ છે. સુરતમાં સુરત પીડીયાટ્રીક એસોસિએશન સજાગ થઇ ગયું છે. અને તંત્ર સાથે બેઠક કરી આગળની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે.

એસોસિએશન પ્રોટોકોલ ટ્રીટમેન્ટ બનાવી રહી છે
આ અંગે નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ટાસ્ક ફોર્સના સભ્ય કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે. જેથી સુરત પીડીયાટ્રીક એસોસિએશન સજાગ થઇ ગયું છે. સુરત પીડીયાટ્રીક એસોસિએશન અને તંત્ર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ખાનગી હોસ્પિટલમાં પીડીયાટ્રીક કેટલા બેડ ઉપલબ્ધ છે. બાળકોના સ્પેશ્યાલીસ્ટ કેટલા ડોક્ટરો છે. તેમજ નર્સિંગ સ્ટાફ તૈયાર કરવા અંગે ચર્ચાઓ થઇ હતી. આ ઉપરાંત જો ત્રીજી લહેર આવે તો કઈ કઈ સારવાર અપાશે તેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પીડીયાટ્રીક એસોસિએશન સ્ટાફની ટ્રેનીંગ માટે મહેનત કરી રહ્યું છે. તેમજ વાલીઓ અને બાળકોને જાગૃત કરવા માટે એક મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર આવે અને 3 થી 6 હજાર બાળકો જો એક સાથે હોસ્પિટલમાં દાખલ હોય તો કોવીડ પ્રોટોકોલ ટ્રીટમેન્ટ મળે તે માટે એસોસિએશન પ્રોટોકોલ ટ્રીટમેન્ટ બનાવી રહી છે.

ખાનગી હોસ્પિટલમાં 100 અને સરકારી હોસ્પિટલમાં 128 વેન્ટીલેટર
સુરતની ખાનગી હોસ્પિટલમાં 100 અને સરકારી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એન. આઈ. એસ. યુ. પી. આઈ. એસ. યુ. મળીને કુલ 128 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. જોકે સુરત પીડીયાટ્રીક એસોસિએશન અને તંત્ર સાથે મળેલી મીટીંગમાં એવો નિણર્ય લેવાયો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે અને તેમાં ખ્યાલ નથી કે માત્ર બાળકો જ સંક્રમિત થશે કે બાળકો સાથે એડલ્ટ લોકો પણ સંક્રમિત થઇ શકે છે. જેથી નવા વેન્ટીલેટર માટે જે ચર્ચાઓ થઇ છે જે નાનામાં નાના બાળકોથી લઈને મોટા લોકો માટે એક્સ્ટ્રા વેન્ટીલેટર ડેટા આવે પછી આગળની મીટીંગમાં તંત્ર સમક્ષ મુકવામાં આવશે.

બાળકો સંક્રમિત થાય તો વેન્ટિલેટર સહિતની સુવિધા ઉભી કરવાની તૈયારીઓ.
બાળકો સંક્રમિત થાય તો વેન્ટિલેટર સહિતની સુવિધા ઉભી કરવાની તૈયારીઓ.

MIS-Cની બીમારી પણ જોવા મળી શકે
ડો. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, જે લક્ષણો મોટા લોકોમાં જોવા મળે છે. તે જ લક્ષણો બાળકોમાં પણ જોવા મળી શકે છે. પરંતુ બાળકોમાં કોરોના સિવાય એમ.આઈ.એસ.સી.ની બીમારી પણ જોવા મળી શકે છે. જેથી તંત્ર સાથે ચર્ચા કરીને એમ.આઈ.એસ.સી.ની સ્પેશીયલ ટ્રીટમેન્ટ કે જેને આઈવીઆઈજી કહેવાય છે. તેનો પણ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યો છે. જેથી આવનારા સમયમાં જો મહામારી અચાનક આવે તો દવાનો પુરતો જથ્થો મળી રહે.

ગર્ભવતી મહિલાઓ ખાસ તકેદારીઓ રાખવી?
સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા. પરંતુ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ શું તકેદારીઓ રાખવી. શું તાજા જન્મેલા બાળકોને કોરોના થઇ શકે કે કેમ તે પણ સવાલો ઉભા થઇ રહ્યા હતા. ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે. અને તેઓએ હાથ ધોવા, માસ્ક પહેરવું, કારણ વગર ઘરની બહાર ન નીકળવું અને હોસ્પિટલમાં જતી વખતે પણ સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

તબીબો દ્વારા વાલીઓ અને બાળકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.
તબીબો દ્વારા વાલીઓ અને બાળકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.

સ્લમ વિસ્તારમાં લોકોને જાગૃત કરાઈ રહ્યા છે
કોરોનાની પ્રથમ લહેરથી જ સુરત પીડીયાટ્રીક એસોસિએશન સજાગ થઇ ગયું છે. અને સોશિયલ મીડિયા થકી તબીબો ઓનલાઈન જાગૃત કરી રહ્યા છે. પરંતુ હવે ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે. ત્યારે હવે સુરત પીડીયાટ્રીક એસોસિએશન સ્લમ વિસ્તારમાં રહેતા વાલીઓને લક્ષણો વિશે, ક્યારે હોસ્પિટલ જવું. આ ઉપરાંત તંત્ર સાથે મળીને આંગણવાડીના કર્મચારીઓને ટ્રેનીંગ આપવામાં આવશે જેથી તેઓ લક્ષણો ઓળખી શકે. અને લોકોને જાગ્રુત કરાઈ શકે. આ સિવાય એસોસિએશન અને ડબ્લ્યુ.એચ.ઓ. સાથે મળીને એક ઓનલાઇન મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે વાલીઓ અને બાળકોને જાગૃત કરી શકાય તે માટે ઓનલાઈન મોડ્યુલ તૈયાર કરવામાં આવશે.

નવજાત બાળકોને પણ કોરોના થઇ શકે છે
શું તાજા જન્મેલા બાળકોને કોરોના થઇ શકે કે કેમ તે પણ સવાલો ઉભા થઇ રહ્યા હતા. આ અંગે ડો.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે નવજાત બાળકોને કોરોના થઇ શકે છે. આ બીજા વેવમાં ઘણા બાળકો એવા જોવા મળ્યા હતા કે જેઓ કોરોના સંક્રમિત થયા છે. તેમજ કોરોના સિવાય પણ એમ.આઈ.એસ.સી.બીમારી પણ નવજાત બાળકોમાં જોવા મળે છે. જે કોરોના સિવાય પણ ઘાતક નીવડે છે. જેથી એસોસિએશન દ્વારા સુરતની તમામ પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલના કેટલા બેડની સુવિધા છે, નર્સિંગ સ્ટાફ પુરતો છે કે કેમ તે તમામ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. અને બાદમાં એસોસિએશન દ્વારા તમામ હોસ્પિટલોને ગાઈડ લાઈન આપવામાં આવશે.

આ બાબતોની સમીક્ષા

  • સ્ટાફની ટ્રેનિંગ શરૂ કરી દેવાઇ છે.
  • હોસ્પિટલમાં કોમન ગાઇડલાઇન પ્રમાણે ટ્રીટમેન્ટ અપાય એ માટે આયોજન
  • વાલીઓ અને બાળકોને જાગૃત કરવા માટે મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
  • ઓડિયો વિઝ્યુઅલ દ્વારા સ્લમ વિસ્તારોમાં બાળકો અને વાલીઓને સમયસર જાગૃત કરાશે
  • તમામ હોસ્પિટલમાં નક્કી પ્રોટોકોલ બનાવવામાં આવશે.
  • સંભવિત સ્થિતને પહોંચી વળવા માટે બેડ અવેલિબિલિટી અને ઓક્સિજન સુવિધા બાબતે ડેટા તૈયાર કરાઈ રહ્યો છે.
  • ડબ્લ્યુ.એચ.ઓ. સાથે મળીને એક ઓનલાઇન મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
  • તંત્ર સાથે મિટિંગ કરી ત્રીજી લહેર માટે જરૂરી તકેદારી બાબતે રિપોર્ટ કરાશે.