તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Assistant Lineman Of DGVCL In Tapi Nizar Caught Taking Bribe Of Rs 5,000 In The Name Of Issuing Material From Store Room

ભ્રષ્ટાચારી ઝડપાયો:તાપીના નિઝરમાં DGVCLના આસિસ્ટન્ટ લાઈનમેન સ્ટોર રૂમમાંથી મટીરીયલ ઈશ્યુ કરવાના નામે પાંચ હજારની લાંચ લેતા પકડાયો

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોહનભાઈ સંભાજી ગુલાલે લાંચની રકમ સાથે ACBના હાથે ઝડપાયા હતાં. - Divya Bhaskar
મોહનભાઈ સંભાજી ગુલાલે લાંચની રકમ સાથે ACBના હાથે ઝડપાયા હતાં.
  • આરોપીએ પેપર વર્કના પાંચ હજાર માંગીને લાંચ પેટે સ્વિકારતાં ACBએ ઝડપી લીધો

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલી DGVCL(દક્ષિણ ગુજરાત વિજ લિમિટેડ)ના વર્ગ-3નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. નિઝરમાં આવેલી ઈલેક્ટ્રીક મટીરીયલ્સ ઈસ્યુ કરવાનો સ્ટોર રૂમ સંભાળતા મોહનભાઈ સંભાજી ગુલાલે આસિસ્ટન્ટ લાઈન મેન તરીકે ફરજ બજાવે છે. જેમણે ફરિયાદી પાસેથી મટીરીયલ્સ ઈસ્યુ કરવાના પેપર વર્ક માટે રૂપિયા પાંચ હજારની લાંચ માગી હતી. જે ફરિયાદી આપવા ન માગતા હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવીને આરોપીને નિઝરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી પાસેથી લાંચની રકમ કબ્જે કરાઈ
નિઝર જુના બસ સ્ટેન્ડ, બજારમાં જાહેર રોડ ઉપર આરોપી મોહનભાઇ શંભાજી ગુલાલે, આસીસ્ટન્ટ લાઇનમેન, વર્ગ-૩, નિઝર ડીજીવીસીએલ, તા.નિઝર જી.તાપીએ લાંચની રકમ સ્વિકારી હતી. જેથી ACBના છટકામાં મોહન ગુલાલે આબાદ ઝડપાયો હતો. તેમણે પાંચ હજારની લાંચ માગી હતી અને પાંચ હજાર અપાયા બાદ ACBએ પાંચ હજાર રૂપિયા રિક્વર પણ કર્યાં હતાં. હાલ આરોપીની અટક કરીને ACBએ વધુ તપાસ હાથ ધરી છે.

ACBનું છટકું સફળ રહ્યું
ફરીયાદીએ DGVCL કંપનીમાં ટ્રાન્સફોર્મર રીપ્લેસમેન્ટ કોન્ટ્રાકટ મળેલ છે. આ કામના આરોપી નિઝર તાલુકાના ડીજીવીસીએલમાં ઇલેકટ્રીક મટીરીયલ્સ ઇસ્યુ કરવાનો સ્ટોર રૂમ સંભાળતા હોવાથી તેમજ મટીરીયલ ઇશ્યુ કરવા માટેનો ઓનલાઇન એમ.આર. અને સી.આર. નંબર વ્યારા ડીજીવીસીએલ માંથી ઇશ્યુ થાય છે જે માટે જરુરી પેપરવર્ક આરોપીએ કરવાનું હોય છે. આ કામના આરોપીએ ફરીયાદીના કામને લગત પેપરવર્ક કરવાના અવેજ પેટે રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરી હતી.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો હતો. ACB છટકું ગોઠવીને આરોપીને રંગેહાથ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.