• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Assistant Director Of Information And Junior Clerk Caught Taking 2.70 Lakh In The Name Of Publishing Government Public News In A Daily Newspaper In Surat

લાંચિયા પકડાયા:સુરતમાં અખબારમાં સરકારી જાહેરખબરો પ્રકાશિત કરવાના નામે 2.70 લાખ લેતા સહાયક માહિતી નિયામક અને જુનિયર કલાર્ક ઝડપાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માહિતી વિભાગના લાચા કર્મચારીઓ એસીબીએ છટકું ગોઠવતા  ઝડપાયા - Divya Bhaskar
માહિતી વિભાગના લાચા કર્મચારીઓ એસીબીએ છટકું ગોઠવતા ઝડપાયા

દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજપેટે લાંચ લેતા સહાયક માહિતી નિયામક વર્ગ-2, અને જુનિયર કલાર્ક વર્ગ-3 ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જાહેર ખબર પ્રકાશિત કરવા લાંચ માંગી
સુરતમાં દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજપેટે આરોપી પરમાર કવસિંગભાઇ જાલાભાઈ [સહાયક માહિતી નિયામક વર્ગ-2], અને જુનિયર કલાર્ક વર્ગ-3 સતિષભાઈ દયારામ જાદવએ એકબીજાના મેળા પીપળામાં 5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા.

લાંચિયા અધિકારીઓને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાંચિયા અધિકારીઓને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બંને કર્મચારીઓને એસબીએ ઝડપી પાડ્યા
આ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી એસીબીની ટીમે છટકું ગોઠવી બંને આરોપીઓને નાનપુરા, બહુમાળી કંપાઉન્ડની બહાર આવેલ સ્વસ્તિક ઝેરોક્ષની દુકાન પસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે એસીબીની ટીમે બંને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...