• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Order Of Assistance To The Beneficiaries Of Mukhyamantri Bal Seva Yojana, Ujjawala Yojana 2.0 Under The Chairmanship Of Education Minister Jitu Waghan In Surat

ગરીબોની બેલી સરકાર:સુરતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી બાળ સેવા યોજના, ઉજ્જવલા યોજના 2.0ના લાભાર્થીઓને સહાયના હુકમો અર્પણ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો. - Divya Bhaskar
સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસનું આગવું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી
  • 25 લાભાર્થીઓને ગેસ કીટ અને કોરોનાકાળમાં અનાથ બનેલા 25 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે આયોજિત 'ગરીબોની બેલી સરકાર'ના રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને સુરતમાં કાર્યક્રમ યોજાયો હતો. સુરતના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાયનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0ના લાભાર્થીઓને વિનામૂલ્યે રાંધણ ગેસ જોડાણ અર્પણ કરવામાં આવ્યાં હતાં. મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે ઉજ્જવલા યોજનાના 25 લાભાર્થીઓને ગેસ કીટ અને કોરોનાકાળમાં અનાથ બનેલા 25 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય અર્પણ કરાઈ હતી.

કોરોનાના કપરાકાળમાં નિરાધાર બનેલા બાળકોની વ્હારે આવીને માસિક સહાય
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસનું આગવું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે. વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ઉજ્જવળ સિદ્ધિ હાંસલ કરી છે. ગરીબો અને પીડિતો એકલા નથી, આ સરકાર હંમેશા તમારી સાથે છે એવો વિશ્વાસ ઉત્પન્ન થયો છે. ઉજ્જવલા યોજનાએ દેશની લાખો મહિલાઓને ચૂલાના ધૂમાડાથી થતી શારીરિક હાનિથી મુક્તિ આપી છે, જ્યારે કોરોનાના કપરાકાળમાં નિરાધાર બનેલા બાળકોની વ્હારે આવીને માસિક સહાય દ્વારા તેમના શિક્ષણ અને ભવિષ્યની સલામતીની કાળજી લીધી હોવાનું મંત્રીશ્રીએ કહયું હતું.

ઉજ્જવલા યોજનાના 25 લાભાર્થીઓને ગેસ કીટ અપર્ણ કરાઈ.
ઉજ્જવલા યોજનાના 25 લાભાર્થીઓને ગેસ કીટ અપર્ણ કરાઈ.

નવી પેઢીને સ્વતંત્રતાની લડાઈના સંઘર્ષપૂર્ણ વારસાને અવગત કરવાનો પ્રયાસ
તેમણે વધુમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ એ નવી પેઢીને આપણી સ્વતંત્રતાની લડાઈના ગૌરવાન્વિત અને સંઘર્ષપૂર્ણ વારસાને અવગત કરવાનો પ્રયાસ છે. રાજ્યના શિક્ષણ વિભાગની જવાબદારી વહન કરીને રાજ્યનો યુવાન, બાળક, દીકરી દુનિયા સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે, વૈશ્વિક સ્પર્ધા કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે એ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા પર લક્ષ્ય કેન્દ્રિત કરાશે એમ ઉમેર્યું હતું.

કોરોનાકાળમાં અનાથ બનેલા 25 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય અર્પણ કરાઈ.
કોરોનાકાળમાં અનાથ બનેલા 25 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય અર્પણ કરાઈ.

સુરતમાં પાંચ લાખથી વધુ શહેરીજનોને વેક્સિનનું સુરક્ષા કવચ આપવાનો નિર્ધાર
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી, ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી સુરતે કોરોના સામે મક્કમ લડાઈ લડી છે. આજે વડાપ્રધાનના જન્મદિને પાંચ લાખથી વધુ શહેરીજનોને વેક્સિનનું સુરક્ષા કવચ આપવાનો નિર્ધાર કર્યો છે, જે માટે સવારે 6થી રાત્રિના 9 વાગ્યા સુધી રસીકરણનું મહાઅભિયાન શરૂ કરાયું છે. તેમણે શહેરીજનોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવાના અનુરોધ સાથે કોરોનાને હરાવવામાં સહભાગી બનવાની અપીલ કરી હતી.